શેરબજાર માટે તમે રોકાણકાર છો કે પછી જુગારી તે જાણવું છે?

1
246
Photo Courtesy: marketwatch.com

ઘણા લોકો શેરબજારમાંથી ભરપૂર કમાણી કરવાની ઈચ્છા ધરાવતા તો હોય છે પરંતુ અહીં તેઓ રોકાણ કરવાને બદલે જુગાર રમવા માંગે છે. તો તમે જ નક્કી કરો કે તમે શેરબજારના રોકાણકાર છો કે જુગારી?

Photo Courtesy: marketwatch.com

રોકાણમાં અને જુગારમાં સામ્યતા એ છે કે બંનેમાં વળતરની અપેક્ષા રાખવી માત્ર ફરક એ છે કે એ વળતર જોખમ જોડે કેટલું સુસંગત છે ?

નવાઈની વાત તો એ છે કે મોટાભાગના રોકાણકારો સ્ટોક માર્કેટની વોલેટિલિટીથી દોરવાઈ જાય છે અને બજારમાં સતત ચઢઉતર થતી રહેતી હોય છે પરંતુ શું મજબુત કંપનીની વેલ્યુમાં બજારમાં એના ભાવમાં બે થી ત્રણ ટકાની ચઢઉતરથી ફરક પડે છે ?

રોકાણનો સામાન્ય અર્થ મહેનત સમય અને પૈસાનું રોકાણ કરવું કે જેમાં નફો મળે કે ફાયદો થાય પછી એ રોકાણ શિક્ષણમાં જ્ઞાનમાં ફાયનાન્શિયલ એસેટ્સમાં પ્રોપર્ટીમાં ચીજવસ્તુમાં કે સોનામાં પણ હોઈ શકે. એજ પ્રમાણે જુગાર પણ માત્ર કેસીનોમાં જ સીમિત ન રહેતા ઘોડાની રેસ ક્રિકેટ ફૂટબોલની હારજીત પરની બેટિંગમાં પણ થાય છે.

ઘણાં પોતાના ક્ષેત્રમાં સફળ રહેલા પરંતુ સ્ટોક માર્કેટમાં નિષ્ફળ જતાં લોકો જોડે વાતચીત કરતાં રોકાણકારની વર્તણુક અને સ્ટોક માર્કેટની ચઢઉતરની જોડે સરખાવતા ખ્યાલ આવે છે કે આ લોકો બજારમાં ભાવ વધતા હોય ત્યારે હરખાતા હોય છે પરંતુ ભાવ સહેજ પણ નીચા જાય તો સહન નથી કરી શકતા. આ લોકો જો એટલું જ સમજે કે સ્ટોકમાં રોકાણ એટલે ધંધામાં રોકાણ અને ધીરજ રાખવી જોઈએ તો પણ તેઓ બજારમાં સફળ થઇ શકે છે

શું તમે જુગારી છો કે રોકાણકાર ?

જુગારી અને રોકાણકારમાં ફરક કઈ રીતે ઓળખવો ?

રોકાણકાર એ IPLનો ટીમ માલિક છે જેણે એમાં રોકાણ કર્યું છે જેમાં એ બેટ્સમેન, બોલર, ફિલ્ડર, કીપર વગેરેને લઈને મજબુત ટીમ બનાવે છે. જ્યારે જુગારી માત્ર શરત લગાવે છે જોખમને ઓળખ્યા વિના એમાં રહેલ જોખમને ધ્યાનમાં લેતા એ ઘણી કંપનીના શેર ખરીદતા રહે છે એમના માટે ઇક્વિટીમાં રોકાણ એટલે જ સ્ટોક માર્કેટમાં રોકાણ.

રોકાણકાર અને જુગારી જુદાં કઈ રીતે પડે છે?

ભ્રમરવૃતિ  વિ લગ્ન

જુગારીઓ સ્ટોકની લેવેચ સતત કરતા રહેતા હોય છે જયારે રોકાણકારો એણે ધંધામાં રોકાણ કર્યું હોય એમ લાંબાગાળાના ધ્યેય સાથે શેરમાં રોકાણ કરે છે.

આગાહી  વિ ગણતરી

રોકાણકાર રોકાણના જોખમને ગણતરીમાં લે છે અને સામે વળતર કેટલું મળશે એની ગણતરી કરે છે જયારે જુગારી આવી ગણતરી વિના માત્ર ભાવ વધશે એ ઈરાદાથી લેવેચ કરતા રહે છે એથી એમને વળતર પણ ઓછું મળે છે.

ભ્રામક  વિ  નિષ્ઠા

રોકાણકાર શેરમાં રોકાણ કરતાં કંપનીના ફંડામેન્ટલ્સ જેવાકે મજબુત બેલેન્સશીટ નફોતોટો રેશિયો મેનેજમેન્ટ કંપનીનું ભાવિ વગેરે જયારે જુગારી 20 ટકાથી 30 ટકા સુધીના નફાથી ખુશ હોય છે એમને અભ્યાસ જોડે કઈ લાગતુંવળગતું નથી બસ પોતાના જ મનથી ભાવ વધશે એ આશાએ રોકાણ કરે છે એથી મંદીના સમયમાં રોકાણકાર શાંત રહી શકે છે અરે એને તક સમજી એમાં વધુ રોકાણ કરે છે.

અર્થહીન  વિ  અર્થસભર

જો શેરના ભાવમાં 15 ટકા વધારો તમને જોરદાર ખુશી આપતો હોય અથવા 5 થી 10 ટકાનો ઘટાડો તમારી રાત્રીની ઊંઘ ઉડાડી દેતો હોય તો તમે જુગારી છો લાંબાગાળાના રોકાણકાર આવી લાગણીઓથી પર હોય છે અને શાંતિ જાળવે છે અને પોતાના અભ્યાસ પર વિશ્વાસ રાખે છે.

અસંબંધતા વિ  સમતોલપણું

જુગારીના નિર્ણય મીડિયા હાઈપ અફવાઓ પર વિચલિત થતાં હોય છે જયારે રોકાણકાર આ બધાથી પર રહે છે. એ અભ્યાસ કરી ડાયવરસીફાઈડ પોર્ટફોલિયો બનાવે છે અને એમાં લાંબાગાળાનું રોકાણ કરે છે.

શેરબજારમાં રોકાણકાર અને જુગારી બંને અસ્તિત્વ ધરાવે છે પરંતુ સારું તગડું વળતર મેળવવા લાંબાગાળાનું રોકાણ જ કરવું જોઈએ કારણકે આ એક ધંધામાં રોકાણ છે અને ધંધામાં લાંબાગાળે ફળ મળે છે. માટે શેરબજારમાં રોકાણ કરતા પહેલાં તમારી માનસિકતા એક જુગારી જેવી હોય તો એ ત્યજી રોકાણકારની માનસિકતા બનાવો તો જ સારું તગડું વળતર અને લાંબાગાળાના લાભ મેળવી શકાય.

રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

1 COMMENT

  1. શેરબજાર માં રોકાણ ને વિવિધ દ્રષ્ટિકોણ થી મૂલવી ને રોકાણકારને એક નવી રાહ ચીંધી છે, અને લાંબાગાળાના રોકાણ અને તેના ફાયદા વિશે ઘણીજ રસપ્રદ અને સરળ ભાષામાં માહિતી વાચકો માટે ઉપયોગી થશે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here