સ્થાપના: ગુજરાતમાં ભારતનું સર્વપ્રથમ કેમિકલ એન્જીનીયરીંગ ઇન્સ્ટીટયુટ સ્થપાશે

0
159
Photo Courtesy: news18.com

ગુજરાતમાં ટેક્નીકલ અને એન્જીનીયરીંગ શિક્ષણ ક્ષેત્રે હવે વધુ શક્યતાઓ ઉપસ્થિત થશે કારણકે કેન્દ્ર સરકાર ગુજરાતમાં એક મહત્ત્વની ટેક્નીકલ અને એન્જીનીયરીંગ શૈક્ષણિક સંસ્થા સ્થાપવા જઈ રહી છે.

Photo Courtesy: news18.com

અમદાવાદ: ગુજરાતના શિક્ષણક્ષેત્ર માટે અતિશય મહત્ત્વના સમાચારમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં ભારતનું સર્વપ્રથમ સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી એટલેકે CICETની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આ જાહેરાત કરતા ઉમેર્યું હતું કે આ ઇન્સ્ટીટયુટ સુરત નજીક અથવાતો અમદાવાદના વટવામાં સ્થાપિત કરવામાં આવશે. માંડવીયાએ આ બે સ્થળની પસંદગી કરવા પાછળ કારણ આપ્યું હતું કે ગુજરાતમાં વાપી, અંકલેશ્વર તેમજ વટવા એ કેમિકલ ઉદ્યોગ માટે મહત્ત્વના અને નોંધપાત્ર સ્થળો હોવાથી આ બંનેમાંથી એક સ્થળની પસંદગી કરવામાં આવશે.

મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આ ઇન્સ્ટીટયુટ સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાસ્ટિક એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજીની (CIPET) તર્જ પર સ્થાપવામાં આવશે. આ ઇન્સ્ટીટયુટ સ્થાપવા પાછળનો હેતુ કેમિકલ ઉદ્યોગને સંશોધન અને અનુસંધાનની સુવિધા પૂરી પાડવાનો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

ગઈકાલે અમદાવાદમાં કેન્દ્ર સરકારના સીધા નિર્દેશ હેઠળ ચાલતી સંસ્થા CIPETની બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલના ઉદ્ઘાટન પ્રસંગે મનસુખ માંડવીયાએ ઉપરોક્ત જાહેરાત કરી હતી. ઉપરોક્ત હોસ્ટેલ 575 બોય્ઝ અને 150 ગર્લ્સના સમાવેશની ક્ષમતા ધરાવે છે.

eછાપું  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here