દુનિયાના પાંચ સૌથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સ અને તેની બે ખાસ રેસીપીઝ

0
157
Photo Courtesy: gulfnews.com

તમને ખબર છે દુનિયાના પાંચ સહુથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સ કયા કયા છે? જો ન ખબર હોય તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ અને જો ખબર હોય તો આ જ ક્વીઝીન્સમાંથી બે શ્રેષ્ઠ વાનગીઓ વિષે તો જરૂર જાણવું જોઈએ.

મને ખરેખર ખાવા પ્રત્યે પ્રેમ છે તેથી હું ઘણી વાર વિવિધ દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ ચાખું છું, બનવું છું, ઉપરાંત તેને રીલેટેડ વિવિધ લેખો પણ વાંચું છું (અને ઓફકોર્સ, લેખો લખું પણ છું). હમણાં આવી જ રીતે અમુક વિવિધ ક્વીઝીન્સ વિષે જાણતા, તેમને માણતાં મને અમુક રેફરન્સ મળ્યા કે જે દર્શાવતા હતા એવા ક્વીઝીન્સ જે દુનિયાભરમાં પ્રચલિત છે સ્વાદિષ્ટ હોવા અંગે. કોઈપણ ક્વીઝીન એની અલગતા અને સ્વાદને કારણે પ્રચલિત થાય છે, આ પાંચ સૌથી સ્વાદિષ્ટ ક્વીઝીન્સમાં પણ એ જ ખાસિયતો છે અને દુનિયાના અન્ય ક્વીઝીન્સ કરતા આ ખાસિયતો આ પાંચ જગ્યા એ પુષ્કળ પ્રમાણમાં છે.

‘સ્વાદિષ્ટ’ની વ્યાખ્યા બધા માટે અલગ અલગ છે પરંતુ આ પાંચ ક્વીઝીન્સ બધાને સ્વાદિષ્ટ જ લાગે છે. શું તમારે જાણવું છે કે આ પાંચ ક્વીઝીન્સ કયા છે? તો આગળ વાંચતા રહો!

 1. ફ્રેન્ચ ક્વીઝીન: આ રાંધણકળા તેના સ્વાદિષ્ટ ચીઝ અને વાઇન માટે ખૂબ પ્રખ્યાત છે. મધ્ય યુગથી શરૂ કરીને છેક ફ્રેન્ચ ક્રાંતિ યુગ સુધી, ફ્રેન્ચ ભોજન રાંધવાની તરકીબોમાં સુધારા-વધારા થતા રહ્યા અને અંતે એકવીસમી સદીમાં ઉચ્ચ પ્રકારના ભોજન તરીકે ગણવામાં આવ્યું. પેરિસમાં, લગભગ 5,000 જેટલી, વિવિધ મેનુ અને ભાવ સાથેની, ખાણીપીણીની જગ્યાઓ છે. ફક્ત તમારા સ્વાદ, અને સાથે સાથે તમારા બજેટ, સાથે મેળ ખાતા સ્થળ પસંદ કરો.
 2. ઇટાલિયન ક્વીઝીન: આ ક્વીઝીનનો સમાવેશ વિશ્વના સૌથી જૂના ક્વીઝીન્સમાં કરી શકાય, કારણકે તેનું અસ્તિત્વ લગભગ ઈ.સ. પૂર્વે ચોથી સદી સુધી ટ્રેક કરી શકાય છે. આ ક્વીઝીનનું રોજબરોજનું ભોજન વિવિધ ભાગોમાં વહેચાયેલું છે જેમકે એન્તીપેસ્તો (એપેટાઈઝર), પ્રાઈમો (પાસ્તા અથવા રાઈસ), સેકેન્ડો (મીટ) અને ડોલ્સે (મીઠાઈ). આ ઉપરાંત ઇટાલિયા તેના પ્રખ્યાત પર્મેજિઅનો રિજાનો સહિતના 400 થી વધુ વિવિધ પ્રકારના ચીઝ અને 300 વિવિધ પ્રકારના સોસેજ માટે પણ પ્રખ્યાત છે.
 3. ચાઇનીઝ ક્વીઝીન: આ ક્વીઝીનને આજે વિશ્વની કુલ વસ્તીના એક તૃતીયાંશ લોકો દ્વારા માણવામાં આવે છે. તેને બનાવવું સરળ છે, સસ્તું છે અને આ ભોજન સ્વાદિષ્ટ પણ છે પરિણામે તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ક્વીઝીનની ઘણી વાનગીઓ નાના નાના કદના ટુકડાઓ માં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે, દરેક વાનગીને એક વાટકી જેટલા રાંધેલા ભાત સાથે પીરસવામાં આવે છે તો વળી, અન્ય કેટલીક વાનગીઓ એક સાથે અનેક લોકો ખાઈ શકે તે રીતે મોટા હિસ્સામાં પીરસવામાં આવે છે. અમુક ખોરાકને જેવા કે ફાકાઈ મોસ જેવા દુર્લભ સામગ્રી સાથે રાંધીને તૈયાર કરવામાં આવે છે.
 4. ઇન્ડિયન ક્વીઝીન: ઇન્ડિયન ક્વીઝીનની આપણે કોઈ જાતની ઓળખાણ કરવાની જરૂરત નથી, છતાં પણ જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ, ઇન્ડિયન ક્વીઝીનને મ્યુખ્ત્વે ચાર ભાગમાં વહેંચી શકાય છે: નોર્થ ઇન્ડિયન ક્વીઝીન, સાઉથ ઇન્ડિયન ક્વીઝીન, ઇસ્ટ ઇન્ડિયન ક્વીઝીન અને વેસ્ટ ઇન્ડિયન ક્વીઝીન. પરંતુ દુનિયાભરમાં આજે સૌથી પ્રસિદ્ધ ઇન્ડિયન ક્વીઝીન છે નોર્થ ઇન્ડિયન ક્વીઝીન, કે જેને આપણે મુઘલાઈ અથવા પંજાબી તરીકે ઓળખીએ છીએ. મોટાભાગે શાકાહારી વ્યંજન ધરાવતું ક્વીઝીન હોવા છતાં અમુક વાનગીઓ ચિકન, લેમ્બ મીટ અથવા ફીશ સાથે બનતી જોવા મળે છે.
 5. થાઈ ક્વીઝીન: આ ક્વીઝીન એક તેના ખાતા,મીઠા, તીખા અને તૂરા સ્વાદના પરફેકટ અને સંતુલિત કોમ્બિનેશનને કારણે અત્યંત પ્રચલિત છે. તે વિવિધ તાજી વનસ્પતિ અને મસાલા જેમ કે ખાટાં ફાળો, લેમન ગ્રાસ, અને તાજી કોથમીરનો મહત્તમ ઉપયોગ કરે છે. સાથે સાથે અન્ય એશિયાઈ ક્વીઝીનની જેમ, રાઈસ આ ભોજનનો મહત્વનો ઘટક છે. તમે નૂડલ્સ અને નામ પ્લા (ઝીંગા પાસ્તા સાથે મિશ્ર માછલીનો સોસ)ના ઘણા પ્રકાર શોધી શકો છો. આ ક્વીઝીનની ખાસિયત તેમાં વપરાતી સામગ્રીની તાજગી અને સુગંધ છે.

આજે આપણે આ પાંચમાંથી બે એવા ક્વીઝીનની વાનગીઓ જોઈશું.

ફ્રેંચ ક્વીઝીનમાં આપણે જોઈશું ક્રીમી પોટેટો-લીક સૂપ જે એક પારમ્પરિક ફ્રેંચ સૂપ છે જેની વિશિષ્ટતા એ છે કે તેને ગરમીમાં ઠંડો અને શિયાળામાં ગરમ એમ બંને રીતે સર્વ કરી શકાય છે.

થાઈ ક્વીઝીનમાં આપણે જોઈશું ફ્રાઈડ ટોફૂ વિથ પીનટ ડીપીંગ સોસ જે એક એપેટાઈઝર છે.

ક્રીમી પોટેટો-લીક સૂપ

Photo Courtesy: simplyrecipes.com

સામગ્રી:

1 ટેબલસ્પૂન માખણ અથવા માર્જરિન

3 મધ્યમ લિક્સ, સફેદ ભાગ ઝીણો સમારેલો (3 કપ)

1 ટેબલસ્પૂન વરીયાળી, પલાળેલી

1 કળી લસણ

1/4 કપ વેજીટેબલ સ્ટોક

3 મોટા બટાકા, છોલીને સમારેલા અને પાસાદાર ભાત (3 કપ)

થોડા થાઈમના પાન

½ કપ ક્રીમ

¼ કપ સમારેલી તાજી લીલી ડુંગળી (ફક્ત લીલો ભાગ)

મીઠું અને મરી સ્વાદ મુજબ

રીત:

 1. મધ્યમ ગરમી પર એક મોટા સોસપેનમાં માં માખણ ઓગાળો. તેમાં લીક, વરિયાળી અને લસણ ઉમેરો; ઢાંકો, અને મધ્યમ થી ઓછી ગરમી પર 20 મિનિટ માટે, અથવા લીક નરમ થાય ત્યાં સુધી પકવવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
 2. મધ્યમ થી વધુ ગરમી પર આંચ વધારો. લીક સાંતળવા લાગે ત્યારે તેમાં સ્ટોક ઉમેરો, અને 1 થી 2 મિનિટ રંધાવા દો. બટાકા, થાઇમ, અને 5 કપ પાણી ઉમેરી બરાબર હલાવો.
 3. આંચ મધ્યમ થી ઓછી ગરમી પર ઘટાડી, ઢાંકીને 45 મિનિટ સુધી ખદખદવા દો, અથવા બટાટા ખૂબ નરમ થાય ત્યાં સુધી. હેન્ડ બ્લેન્ડર કે ફૂડ પ્રોસેસરની મદદથી સ્મૂધ પ્યુરી બનાવો. ક્રીમ ઉમેરીને ઠંડુ થવા દો (જો ઠંડુ પીરસતા હોવ તો). મીઠું અને મરી ઉમેરી લીલી ડુંગળીથી સજાવીને સર્વ કરો.

ફ્રાઈડ ટોફૂ વિથ પીનટ ડીપીંગ સોસ

Photo Courtesy: gulfnews.com

સામગ્રી:

1 પેક ટોફૂ

તળવા માટે તેલ

સોસ માટે:

5-7 ડાળખી કોથમીર, ઝીણી સમારેલી

1 ચમચી તાજા મરચાંની પેસ્ટ

2 ચમચી શેકેલી અને અધકચરી છુન્દેલી મગફળી

1 ચપટી મીઠું

2 ચમચી ખાંડ

2 ચમચી સરકો

રીત:

 1. ટોફૂના ચોરસ ટૂકડા કરો.
 2. એક મોટા પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ટોફૂના ટુકડાને ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.
 3. એક માઈક્રોવેવ પ્રૂફ બાઉલમાં ખાંડ, તાજા મરચાંની પેસ્ટ, મીઠું અને સરકો ભેગા કરો. એક મિનિટ માટે અથવા ખાંડ ઓગળે ત્યાંસુધી હાઈ પાવર પર માઈક્રો કરો. એક ચમચી વડે બધી જ સામગ્રી ભેળવી દો. ઉપરથી મગફળી અને કોથમીર ઉમેરો.
 4. આ સોસને એક બાઉલમાં કાઢી, તળેલા ટોફૂ જોડે સર્વ કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here