દંડ: અમદાવાદના BRTS કોરીડોરમાં વાહન ચલાવવું મોંઘુ પડશે

0
268
Photo Courtesy: flickr.com

છેલ્લા અમુક દિવસોમાં અમદાવાદ BRTS કોરીડોર પાસે ઘણા જીવલેણ અકસ્માતો થયા છે જેની નોંધ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ટ્રાફિક પોલીસે કેટલાક નવા નિયમો બનાવ્યા છે.

Photo Courtesy: flickr.com

અમદાવાદ: અમદાવાદમાં ચાલતી BRTS બસ માટે એક અલાયદો કોરીડોર બનાવવામાં આવ્યો છે. આ કોરીડોરમાં BRTS સિવાય AMTS, ST અને એમ્બ્યુલન્સને જવાની છૂટ છે, પરંતુ તેમ છતાં આ કોરીડોરમાંથી ઘણી વખત ખાનગી વાહનો પણ ચાલતા જોવા મળતા હોય છે.

ગત અઠવાડિયે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં BRTS કોરીડોર પાસે જ અકસ્માતે બે ભાઈઓના જીવ લીધા હતા. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા AMCને BRTS કોરીડોર તેમજ BRTSના ડ્રાઈવરો અંગે નવા નિયમો નક્કી કરવાની સૂચના આપવામાં આવી હતી.

હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTSને અનુલક્ષીને કેટલાક નવા નિયમો બહાર પાડ્યા છે જે અનુસાર હવે BRTS કોરીડોરમાં વાહન ચલાવનારને આકરો દંડ ફટકારવામાં આવશે. આ નિયમનું બરોબર પાલન થાય તે માટે AMC તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસ સાથે મળીને કાર્ય કરશે.

નવા નિયમો અનુસાર BRTS કોરીડોરમાં ટુ અને થ્રી વ્હીલર વાહન ચલાવનારને 1500, ફોર વ્હીલરને 3000 અને અન્ય વાહનોને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત BRTS ડ્રાઈવર બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરશે અથવાતો રેડ લાઈટનો ભંગ કરશે તો તેને પણ દંડિત કરવામાં આવશે અને ઓપરેટર પાસે ડ્રાઈવર કરતા 10 ગણી રકમ વસુલ કરવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here