સાચો વારસદાર શોધવા માટે કઈ બાબતો કામે લાગી શકે?

0
118
Photo Courtesy: orowealth.com

વ્યક્તિએ પોતાનો ધંધો અને વ્યાપાર ખૂબ વિકસાવ્યો હોય અને પછી જ્યારે નિવૃત્તિની ઉંમર આવે ત્યારે તેની સંપત્તિ તેમજ ધંધાની વહેંચણી પોતાના તમામ સંતાનો વચ્ચે કેવી રીતે કરાય જેથી પછીથી કોઈ તકલીફ ન થાય?

Photo Courtesy: orowealth.com

વારસદારની શોધ માટે ખાસ તો ધંધાદારી વ્યક્તિ કે ઉદ્યોગપતિ સામે બે મુખ્ય પ્રશ્ન હોય છે એક તો પોતાનો ધંધો સંભાળવાનો વારસો કોને આપવો અને બીજો કુટુંબનો કર્તા કોને બનાવવો અને બંને પ્રશ્નોના જવાબ સાચા અર્થમાં મુશ્કેલ કે અતિ મૂંઝવણ ભરેલા હોય છે તો જોઈએ કઈ રીતે રસ્તો નીકળી શકે.

સૌ પ્રથમ તો એક વિલ એટલેકે વસિયતનામા દ્વારા આ શક્ય બંને છે પણ વસિયતનામું પણ પડકારી શકાય અને જો પડકારવામાં આવે જે મહદઅંશે શક્ય જ છે તો વળી એથી મોટી મુસીબત અદાલતમાં વર્ષોના વર્ષો ફેસલો જ ના આવે અને એ સંપત્તિ અટવાયેલો પડી રહે એ બીજી તકલીફ તો જોઈએ શું થઇ શકે.

જો આપણી હિંદુ સંસ્કૃતિ જોઈએ અને સયુંકત કુટુંબની પાછળની મહત્તા જોઈએ કે એનો હાર્દ સમજીએ તો? તો એ સમજીને આગળ વધીએ.સૌ પ્રથમ તો કોઈપણ પિતા આઈમીન કર્તા કદી એમ તો ના જ વિચારે કે સંતાનોએ પોતાનાં મર્યા પછી તમામ મિલકતો વેચી નાખી પૈસા સરખા હિસ્સે વહેચી લેવા અને છતાં મોટાભાગે અંતિમ નિર્ણય કઈક આવો જ થતો હોય છે. આ વિલ અંગે પછી જોઈશું પણ પહેલાં તો શું કરવું એ સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરીએ.

ધંધાનો સાચો વારસદાર એ જ કે જે સંતાન ધંધાને આગળ વધારે અને તમામ સભ્યોને એનાં પ્રત્યે એક કર્તા જેટલો જ વિશ્વાસ અને માન હોય એટલેકે પિતાની બાદ એ તમામ સભ્યોને કર્તા તરીકે સ્વીકૃત હોય. હવે એક આડ વાત કરીએ દ્રષ્ટાંત માટે અથવાતો આ સ્વીકૃતિ સમજવા માટે.

મારિયો પુઝોની પ્રખ્યાત નવલકથામાં એ ગોડફાધરનો સાચો વારસદાર એનો એ પુત્ર બને છે જેણે એનાં એ ગુંડાના ધંધામાં કદી રસ જ નહોતો લીધો અને એક જ ડેરીંગ ખૂન એનાથી થતા. એને વારસદાર તરીકે એનાં તમામ અનુયાયીઓ સ્વીકૃતિ આપી દે છે. હા આવી સંઘટિત ગુનેગારોની દુનિયામાં તો મારે એની તલવારનો જ નિયમ આજે પણ છે જ જેમકે સરમુખત્યાર પણ આગળના સરમુખત્યારને મારીને જ બનતાં હોય છે સહેજ પાકિસ્તાનના લશ્કરી શાશકોનો ઇતિહાસ જોઈ જવો.

પણ લોકશાહી અને કાયદેસરની સમાજવ્યવસ્થામાં આમ નથી થતું અને ન તો કદી સ્વીકૃત બનતું તો જરા વિગતે જોઈએ.
ધારોકે કોઈ ઉદ્યોગપતિ પોતાનાં ઉદ્યોગના અનુયાયી તરીકે પોતાનાં એક દિકરાને એની હયાતીમાં જ એ ઉદ્યોગનો વારસદાર નીમે જે સૌથી મોટો હોવો જોઈએ એ જરૂરી નથી પણ જો એ ન નીમી શકે તો જ સૌથી ઉમરમાં મોટા પુત્રને કર્તા તરીકેની ગણી કે સ્વીકારવામાં આવે છે એ હકીકત છે હિંદુ સંસ્કૃતિમાં એ નોધી લેવું અગત્યનું જ.

હવે જોઈએ જો કોઈ એક પુત્ર કર્તા કે ઉદ્યોગનો વારસ કર્તાની હયાતીમાં જ બંને તો મારી દ્રષ્ટિએ એ પુત્ર તો જ યોગ્ય ગણાય કે જો એ કર્તાની અન્ય સ્થાવર સંપતિમાં કોઈ હિસ્સો ન લે આમ મનોમન એ છોડી દે અન્ય ભાઈ બહેનો માટે પણ ટેકનીકલી પોતાનો હિસ્સો જાળવે તો એ સમાન વહેચણી અન્ય વારસદારો માટે જરૂરથી કરી શકે અને કોઈ વિલની જરૂર જ ન પડે. અથવા હું એમ કહીશ કે વિલ ભલે ગમે તે કર્યું હોય પણ ઉદ્યોગનો વારસદાર એક તરફી કે અન્યોને અન્યાયકારક વિલને ફગાવી એની રીતે તમામ વારસદારોને અન્ય સંપત્તિ એવી રીતે વહેચે કે જેથી મોટાભાગે દરેકને સમાધાન થાય અને એ પુત્રનું પણ માન આથી વધે  તો જ આ વાસ્તવમાં આપણી સાચી હિંદુ સંસ્કૃતિ એટલેકે વિલ માત્ર કાયદો સમજવા અને એ પ્રમાણે વહેચણી કરવા માટે જ હોવું જોઇએ જે એક તરફી પણ હોઈ શકે.

એક વધુ સ્પષ્ટતા જયારે વિલ ન હોય ત્યારે જો વહેચણી થાય તો એ જોવું વધુ અગત્યનું કે જે સંતાન નબળું હોય એને થોડુંક વધુ મળે અને સબળાને થોડું ઓછું તો આ સમજાવવું અને સમજણ દરેક વારસદારોમાં હોય તો પણ વહેચણી ખૂબ જ સરળ બંને. ટુંકમાં જ્યાં કોઈ નાના કે નબળા વારસદારની તરફેણમાં અથવા એકમેકની તરફેણમાં જ્યાં જતું કરવાની ભાવના હોય જેને કઈ આપવાની ભાવના હોય ત્યાં વહેચણી સરળ બની જાય છે અને વિલ એક ગૌણ બાબત બની જાય છે.

હું તો ત્યાં સુધી કહીશ કે જે સંતાનને ઉદ્યોગનો વારસો મળે એણે વિલ નથી જ બનાવ્યું એવું ધારીને સ્વેચ્છાએ વહેચણી માટે આગળ આવી વિલ ફગાવી દઈ અન્ય વારસદારોને એમની ખુશી થાય એમ વહેચણી કરી આપવી એ જ મુખ્ય ધ્યેય અને એને જ સાચો વારસ કહેવાય, કારણકે એની પાસે ઉદ્યોગનું સુકાન હોવાથી એ તો એનાં ગુડવિલ એટલેકે શાખને લીધે કમાતો જ રહેશે અને એ ઉદ્યોગને આગળ ધપાવશે જ. એણે સોનાનું ઈંડું (નફો )મુકતી એક મરઘી મળી તો એ ઈંડાને (નફાને )એ અન્ય વારસદારો વચ્ચે એક પછી એક વહેચતો જાય અને અને અંતે સૌ હળીમળી પોતપોતાની રીતે સ્વતંત્ર કમાતા થાય એ જોવું એ જ વિલ મુજબ કર્તા બનેલ ની જવાબદારી અને એ જ સાચા વારસદારની શોધ કહેવાય.

હવે હિંદુ વારસદાર ધારો જોઈએ તો વિલમાં પણ એક એક્ઝીક્યુટર નીમવો જરૂરી હોય છે જે બે જણ પણ હોઈ શકે. તો આ નિમણુક જ વહેચણી બરોબર તમામ વારસદારને સંતોષજનક થાય એ જ હેતુ થી કરવામાં આવે છે જે આ એક્ઝીક્યુટરો ની જવાબદારી હોય છે એથી જ એ વ્યક્તિઓ વિલ કર્તાનો વિશ્વાસુ જ હોય. પણ જો આજ કામ જે ભાઈને ઉદ્યોગનો વારસો મળ્યો હોય એ કરે તો અને વધુ સારી રીતે કરે તો આખું કુટુંબ જ તરી જાય.

આમ અંગત રીતે હું માનું છું કે જે ભાઈને ઉદ્યોગનો વારસો મળે એણે વિલ બનાવ્યું હોય એ પણ ફગાવી દઈ સમાન ભાગે એ ઉદ્યોગ સિવાયની સંપત્તિની વહેચણી તમામ કાયદેસરના વારસદારો વચ્ચે કરી દેવી જે માટે એ વિલ નો હવાલો ટાકી પોતે શું જતું કરે છે એ ઉદ્યોગ મળ્યા બદ્દલ અને વિલ તરફેણમાં હોવા છતાં એ સમજાવવા જ એનો ઉપયોગ કરે તો સાચો કર્તા એટલેકે વારસદાર કહેવાય અને એ કુટુંબ કદી તૂટે નહી ઉલટું વધુ ગાઢ બંને અને વડ ની વડવાઈ નીચે જમીનમાં ખુપી ત્યાંથી નવો વડ ઉગવા માંડે અને આમ વટવૃક્ષ બનતો જાય.

આજે હવે આપણે એક લોકશાહી ભારતવર્ષમાં જીવીએ છીએ તો આપણે આ હકીકત જાણી સમજી લેવી સારું અરે આપણા રાજકીય પક્ષો પણ એક ઉદ્યોગ જ હોય એ રીતે વનમેન શો ની જેમ જ ફૂલ્યા ફાલ્યા છે તો એનાં આજના કર્તાઓ આ વાત ખાસ સમજે અને એનાં કુટુંબીઓ પણ સમજે એ જરૂરિયાત છે સાચા વારસદારની શોધ માટે.

તો આ મુદ્દો અહીં આટલો સમજી એક વિલ વિશેની ચર્ચા આગળ જોઈશું કે જેથી વિલ એવી રીતે બનાવી શકાય કે જેથી સાચો વારસદાર મળે અને ઉદ્યોગ કર્તાના મૃત્યુ બાદ પડી ના ભાંગે એ તેઓ જોઈ શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here