ચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા – મેરે પાસ જેક મા હે… (1)

0
281
Photo Courtesy: cnbc.com

કોઈ એક વ્યક્તિ જેને નિષ્ફળતા ચારેય તરફથી ઘેરી વળી હોય શું તે ક્યારેય અપ્રતિમ સફળતા મેળવી શકે ખરો? ચીનના સહુથી ધનાઢ્ય વ્યક્તિ જેક મા આવા જ એક વિચક્ષણ વ્યક્તિ છે, જેની કથા અત્યંત રસપ્રદ છે.

Photo Courtesy: cnbc.com

પાડોશી દેશ ચીન ભારતનો પાક્કો દોસ્ત પણ ન કહી શકીયે ન પાકિસ્તાન જેવો પાક્કો દુશમન પણ ન કહી શકાય. ચીન જોડે ભારત ના સબંધ ઉતરાવ ચઢાવ જેવા રહ્યા છે. છેલ્લા પ્રસંગની વાત કરીએ તો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં ભારતનો ઘણા વર્ષો પછી ચીને સાથ આપ્યો અને તેને સંયુક્ત રાષ્ટ્રો (UN)  એ  ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કર્યો.

પરંતુ આ લેખ ભારત -ચીન પરના સબંધ પરનો નથી આ લેખ ચીનમાંથી આવેલી પોઝેટીવ ન્યુઝનો છે.

ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાએ 11 નવેમ્બરના તેના સિંગલ સેલ પર લગભગ 2.74 લાખ કરોડ રૂપિયાનો ધંધો કર્યો આ લેખ તેના વિશે અને તેના માલિક વિશે છે. અલીબાબાએ દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીમાંથી એક કંપની છે જે દર વખતે 11 નવેમ્બરે સિંગલ ડે નામ નો ઓનલાઇન સેલ રાખે છે. આ વખતે આ સેલે જુના બધા રેકોર્ડ તોડી નાખ્યા અને 24 કલાક માં  લગભગ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયા જેટલો બિઝનેસ કર્યો.

આ સેલ ગયા વર્ષના સેલ કરતા 26 % વધારે હતો. ચીનની અર્થ વ્યવસ્થા જોતા કંપની એ સેલ ફક્ત 10% વધશે તેવી આશા રાખી હતી પરંતુ આ સેલ 26 % સુધી વધી ગયો.

એમઝોન જેટલો વકરો 2 મહિનામાં કરે છે એટલે વકરો અલીબાબાએ સિંગલ ડે માં એટલેકે 24 કલાકમાં કરી નાખ્યો જે પોતાની રીતે એક રેકોર્ડ છે.

અને હવે વાત કરીયે એના ફાઉન્ડર વિષે. આ ફક્ત તમને જાણકારી આપી કે અલીબાબા કેટલી મોટી કંપની છે અને હવે અલીબાબા સફળ બનવા પાછળ જેનો હાથ છે તે વ્યક્તિ વિષે વાત કરવાના છીએ અને તે વ્યકિત નું નામ છે “જેક મા”.

જેક મા  એ alibaba.com ની શરૂઆત  1999માં કરી હતી અને પછી  તે દુનિયાની સૌથી મોટી કંપની બની ગઈ.

જેક મા ની આ સફળતાનો રાઝ તેની મહેનત અને દીર્ઘ દ્રષ્ટિ  છે.  તેને 13 વર્ષની ઉંમરે ફક્ત અંગ્રજી શીખવા માટે ટુરરિસ્ટ તરીકે નું કામ ચાલુ કર્યું હતું. જેમાં તે ટુરિસ્ટોને મફતમાં ફેરવતા હતા જેનાથી તે અલગ અલગ દેશના લોકો જોડે સંપર્ક માં આવ્યા અને અંગ્રેજી શીખ્યા. સાથે સાથે બીજા દેશની માહિતી પણ મેળવી. પછી આગળ જતા તે  તેવો અંગેજી ના પણ ટીચર બન્યા.

જેક મા ના અભ્યાસની વાત કરીએ તો તે એટલો સારો ન હતો. તે 5માં ધોરણમાં 2 વખત અને 8 ધોરણમાં 3 વખત નાપાસ થયેલા છે. માંડ માંડ સ્કૂલ પુરી  કરી ને તે ગ્રેજ્યુએશનમાં પણ 3 વાર નાપાસ થયા છે.

ઉચ્ચ અભ્યાસની ઈચ્છા રાખનાર જેક મા ને હાવર્ડ યુનિવર્સીટી દ્વારા 10 વાર રિજેક્ટ કરવામાં આવ્યા એટલે કે 10 વાર નાપાસ કરાવમાં આવ્યા. આમ તે જીવનમાં નાપાસ જ  થતા રહ્યાં હતા તો પણ તેમણે હાર ન માની અને પ્રયાસો ચાલુ રાખ્યા.

ગમે તેમ કરી ને અભ્યાસ પૂરો કરી ને જેક મા નોકરી ગોતવા નીકળ્યા તો ત્યાં પણ નાપાસ શબ્દ તેમની જોડે રહ્યો તેને લગભગ 30 કરતા પણ વધારે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યા પરંતુ બધી કંપનીઓએ તેમને રિજેક્ટ કરી નાખ્યા.

એક વાર Kentucky Fried Chicken (KFC) તેમના ચીનમાં આવી ત્યારે તેમણે તેમાં એપ્લાય કર્યું હતું. તેમની સાથે 24 લોકોએ પણ એપ્લાય કર્યું હતું જેમાંથી 23 લોકોને સિલેક્ટ કર્યા હતા અને 1 વ્યક્તિ  જ રિજેક્ટ (નાપાસ) કર્યો હતો અને તે વ્યક્તિ હતા જેક મા!

1995માં પોતાના ફ્રેન્ડની મદદથી જેક મા અમેરિકા ગયા ત્યાં તેમણે પહેલી વાર ઈન્ટરનેટ શબ્દ સાંભળ્યો અને ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો અને તેમણે સહુથી પહલો શબ્દ સર્ચ કર્યો BEER, જેમાં તેમને BEER વિષે ઘણી બધી માહિતી મળી પછી. ત્યારબાદ તેમણે પોતાના દેશ ચીન વિષે સર્ચ કરવાની કોશિશ કરી પરંતુ તેમને ચીન વિશે કઈ માહિતી મળી નહિ. આ તેમના માટે એક આઘાત જેવું હતું. પછી તેમણે પોતાના ફ્રેન્ડ જોડે મળીને ચીનની જાણકારી વિષે વેબસાઈટ બનાવી જેને થોડા જ સમયમાં  ખુબજ સારો પ્રતિસાદ મળ્યો.  આ સમયે જ તેમને ઇન્ટરનેટની શક્તિનો પરચો મળી ગયો અને એક સામાન્ય ટીચરની ચીનના સૌથી અમિર વ્યક્તિ બનવાની સફળ શરૂઆત થઇ ગઈ.

વધુ આવતીકાલે…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here