Technical જ્ઞાનનો મહાસાગર એવી YouTube ની 5 મહાચેનલ્સ કઈ છે?

0
221
Photo Courtesy: maketecheasier.com

ગયા સોમવારે આપણે Top 5 YouTube Cooking Channels ની વાત કરી હતી અને આજે મારે તમને Technology માટે YouTube પર ધૂમ મચાવતી Technical Channels ની વાત કરવી છે. આજે આ વાત કરવાનો આશય એટલો જ છે કે જયારે આપણે સાવ નવરા બેઠા હોઈએ છીએ ત્યારે આ Channels જોઈ અને તેમાંથી થોડું જ્ઞાન મેળવી શકીએ છીએ. આ સિવાય જયારે જયારે તમારે Technology related કશું કામ હોય તો આ Channels પરથી તમને પૂરતી મદદ અને તમારા સવાલોના જવાબ પણ મળી શકે છે.

Photo Courtesy: maketecheasier.com

Geekyranjit

Indian Youtubers માં મૂળ Hyderabad ના Ranjit Kumar ની Technology Channel Geekyranjit સહુથી ઉપર આવે છે એક તો Computer અને IT ના master અને પછી પોતાની YouTube Channel એટલે સ્વાભાવિકપણે Content Quality શ્રેષ્ઠ જ હોવાની છે. જયારે જયારે નવા Mobiles ની વાત હોય અથવા નવી Operating System હોય કે પછી કોઈ Product નો સાચો review જોઈતો હોય ત્યારે બિન્દાસ Geekyranjit ની Channel પર જોઈ લેવું. બંદા તેમની Youtube Channel ને follow કરે છે અને ખુબ માહિતીનો ભંડાર ભેગો કરે છે. Geekyranjit મોટેભાગે Mobile Phones પોતે પણ ખરીદીને તેના Honest Reviews Upload કરતા હોય છે. Quora પર ઘણી વખત તેમના Source Of Income તથા YouTube તેમને કેટલું રળી આપે છે તેની ચર્ચાઓ થાય છે અને Ranjit Kumar દ્વારા તેનો જવાબ અપાય છે.

Technical Guruji

Lets Get Started અથવા તો ચલીયે શુરુ કરતે હૈ જેમનો તકિયાકલામ છે તેવા Gaurav ની Technical Guruji પણ Indian YouTube Channels માં મોખરાનું સ્થાન ધરાવે છે. મૂળ ભારતીય પણ કર્મભૂમિ જેમની Dubai છે તેવા Gaurav ની channel પર તમને Mobile Unboxing થી લઈને Telecom Companies ના Plans ના Reviews પણ તમને જોવા મળી જશે. આ ઉપરાંત સમયાંતરે Gaurav દ્વારા Giveaway Contets પણ થતા હોય છે જેમાં તે નસીબદાર વિજેતાને Mobile Phones Gift માં આપે છે. જોકે એ માટે તમારે તેમની Channel ની મુલાકાત લેતા રહેવી જરૂરી છે. તેમની સહુથી મોટી ખૂબી એ છે કે તેઓ સતત Videos Upload કરતા રહે છે તથા મોટાભાગના Videos તમને હિન્દી માં જ મળશે.

લાગતું વળગતું: તમારા કિચનને ધમધમતું કરવા આવી ગયા છે YouTube Videos અને તેના શેફ્સ

Sharmaji Technical

Praval Sharma દ્વારા May 2015 માં આ Channel ની શરૂઆત કરવામાં આવી હતી અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે વધુ ને વધુ ભારતીય લોકો હિન્દી ભાષામાં Technology વિષે જાણે. Mobile Unboxing થી લઈને કઈ ગાડી કેટલી Average આપશે તથા તેમાં કઈ કઈ Technology નો કેટલો ઉપયોગ થયો છે તે સુદ્ધાં તમે એમને પૂછી શકો છો. Geekyranjit હોય કે Technical Guruji અથવા તો Sharmaji Technical આ ત્રણેય વચ્ચે એક સામ્યતા એ છે કે આ ત્રણેય લોકોનો Target Audience Indian Subscribers છે અને તેઓ સમયાંતરે Technical Question Answers પણ યોજતા હોય છે. Youtube પર Live Streaming પણ ઘણી વખત કરતા હોય છે.

C4ETech

મૂળ તામિલનાડુના Ashwin Ganesh દ્વારા 2007 માં C4ETech Channel શરુ કરવામાં આવી હતી. Mobile Comparison હોય કે પછી Benchmark Tests અથવા to Custom Operating Systems ના Reviews માટે આ Channel ખુબ જ મદદરૂપ થતી હોય છે. Mobile Unboxing કર્યા પછી તેના પર વિવિધ Applications દ્વારા તેની ક્ષમતા પર કેટલો ફરક પડે છે તે માટે પણ આ Channel મદદરૂપ થઇ શકે છે. Tech QnA અને Giveaways ની મજ્જા તમને અહીંયા પણ મળી જશે, પણ શરત એક જ છે કે તમારે Channel Follow કરવી પડે અને એની મુલાકાત લેતા રહેવી પડે.

iGyaan

Bharat Nagpal દ્વારા શરુ કરવામાં આવેલી આ Technical Channel તેના Giveaways માટે ખુબ જ મશહૂર છે. અત્યંત મોંઘા Smartphones અને તેની Premium Accessories ના Giveaways તમને અહીંયા સતત મળતા રહે છે. આ સિવાય Technology Related કોઈ પણ News હોય તો તે અને તેના પર Bharat Nagpal ના Views પણ તમને જાણવા મળતા રહે છે. YouTube Channel થી શરુ થયેલ iGyaan હવે પોતાની અલાયદી Website ધરાવે છે અને Technology નો Digital ભંડારો ત્યાં સતત ચાલુ જ હોય છે.

આમ તો અઢળક YouTubers અને તેમની YouTube Channels અત્યારે ધૂમ મચાવી રહી છે પણ હું Personally આ 5 Channels ને સતત follow કરતો હોઉં છું અને જયારે જયારે મને કોઈ Confusion હોય બંદા અહીંયા ખાંખાખોળા કરતા હોય છીએ. એટલે હું એવું Suggest કરીશ કે એકવાર તમેય આ પાંચેય Technical Channelsના મહાસાગરમાં છબછબિયાં કરી જુઓ કદાચ તમને ય ટેસડો પડી જાય.

eછાપું

તમને ગમશે: GJ6 : બરોડીયન્સ માટે બરોડીયન્સ દ્વારા પ્રેમથી બનાવાયેલી એપ્લીકેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here