Fitch: અગામી વર્ષે ભારતનો આર્થિક વિકાસ 9.5 ટકા થઇ શકે છે જો…

0
327
Photo Courtesy: indiatvnews.com

વૈશ્વિક રેટિંગ એજન્સી Fitch Ratings દ્વારા કોરોના મહામારી દરમ્યાન અને બાદમાં પણ ભારતનો આર્થિક વિકાસ દર અન્ય દેશો કરતાં ઉંચો રહેવાનું અનુમાન કર્યું છે પરંતુ તે માટે તેણે એક શરત પણ મૂકી છે.

Photo Courtesy: indiatvnews.com

મુંબઈ: અમેરિકાની ક્રેડીટ રેટિંગ એજન્સી Fitch Ratings દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે અગામી નાણાકીય વર્ષ દરમ્યાન ભારતનો આર્થિક વિકાસ દર 9.5% જેટલો રહી શકે છે. પરંતુ Fitch Ratingsનું એમ પણ કહેવું છે કે જો ભારત તેની નાણાકીય સંસ્થાઓની હાલત વધુ બગડવા ન દે તો જ આ અનુમાન સાચું પડી શકે તેમ છે.

Fitch Ratings એ દુનિયાની ત્રીજી સહુથી મોટી ક્રેડીટ રેટિંગ એજન્સી છે અને તેણે આ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો GDP વિકાસ દર કોરોના સામે દેશ લડી રહ્યો હોવા છતાં પણ 5% જેટલો ઉંચો રહેવાનું અનુમાન કર્યું છે જે દુનિયાના અન્ય દેશોના અનુમાનિત વિકાસ દર કરતા ઘણો ઉંચો છે.

પોતાના APAC સોવરેન ક્રેડીટ ઓવરવ્યુ રિપોર્ટમાં Fitch Ratings એ જણાવ્યું છે કે કોરોના રોગચાળાએ ભારતનો વિકાસ દર મોટા પાયે ઘટાડ્યો છે અને હવે તેની સામે જાહેર દેવાંનો સામનો કરવાનો સહુથી મોટો પડકાર છે.  Fitch Ratings એ ઉમેર્યું છે કે જ્યારે પણ આ વૈશ્વિક મહામારીનો અંત આવશે ત્યારબાદ ભારતનો વિકાસ દર અન્ય ‘BBB’ કેટેગરીના રાષ્ટ્રોની સરખામણીએ ઉંચો રહે તેવી સંભાવના છે પરંતુ આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારત પોતાની નાણાકીય સંસ્થાઓની હાલત વધુ બગડતી અટકાવે.

Fitch Ratings અગાઉ એક અન્ય રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે પણ ભારતનો વિકાસ દર કોરોના મહામારી બાદ અન્ય દેશો કરતાં ઉંચો રહેવાનું અનુમાન કર્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here