શું છે આ Jio Giga Fiber જે ભારતમાં બ્રોડબેન્ડ ક્રાંતિ લાવી દેશે?

0
340
Photo Courtesy: telecomtalk.info

છેલ્લા 2 વર્ષમાં Mobile Telecom ક્ષેત્રે ખળભળાટ મચાવ્યા બાદ હવે Reliance Jio DTH અને Broadband માં ધમાકો કરવા તરફ આગળ વધી રહ્યું છે. હમણાં ચાર દિવસ પહેલા જ યોજાયેલ Annual General Meeting માં Reliance Group તરફ થી Jio Giga Fiber ની જાહેરાત કરવામાં આવી અને એ સાથે સાથે બીજી એક મહત્વની જાહેરાત પણ થઇ કે JIO હવે E – Commerce ને પણ કબ્જે કરવાના ઈરાદા સાથે આગળ વધી રહ્યું છે. થોડા સમય પહેલા જ Wallmart દ્વારા Flipkart ને ખરીદવામાં આવ્યું અને એ પછી હવે આ સમાચાર થી Retail Business Owners માટે ચોક્કસપણે આંચકાજનક છે પણ Consumer અથવા તો ગ્રાહકને સીધો ફાયદો થવાનો છે, આજે આપણે અહીંયા Reliance Jio Giga Fiber વિષે જ વાત કરશું.

Reliance Jio Giga Fiber

Photo Courtesy: telecomtalk.info

છેલ્લા ઘણા મહિનાઓથી Jio દ્વારા Broadband નું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું અને હવે એને અધિકારીક રીતે બજારમાં મૂકી દેવાયું છે. 15 August થી તમે Jio Giga Fiber નું booking કરાવી શકો છો. Jio દ્વારા GIGA Fiber ની Service FTTH એટલે કે Fiber To The Home પર આધારિત હશે અને એ તમને MBPS માં નહિ પણ GBPS માં Data Speed આપશે. ભારતભરના 1100 શહેરોમાં 1 GBPS સુધીની Speed સાથે Jio Broadband Service આપવા જઈ રહ્યું છે.

JIO માત્ર Broadband થી જ નહીં અટકે પણ Ultraspeed સાથે સાથે તે DTH માં પણ Ultra HD Entertainment, Multi Party Video Conferencing, Voice Activated Virtual Assistant અને Smart Home Solutions સાથે આવી રહ્યું છે. આ સિવાય તમે તમારા JiO Giga Fiber થી મળતા Superfast Internet દ્વારા Virtual Reality Games ની પણ મજ્જા લઇ શકશો. આ ઉપરાંત જો તમારી પાસે VR Set હશે તો 4K Video માં તમે દુનિયાભરનું કન્ટેન્ટ 360 Degree માં જોઈ શકશો અને એ માટે કોઈ જ અલગ ચાર્જ દેવાનો નહિ થાય. 😛

ક્યારેય સપનામાં પણ વિચાર્યું છે કે TV to TV Calling થઇ શકે ? નહીં ને પણ Don’t Worry Reliance Jio Giga Fiber GIGA DTH Box ને પણ Support કરતુ હશે અને એના દ્વારા ઉપર લખ્યું એટલું જ નહિ પણ TV to TV Calling પણ થઇ શકશે. આ સિવાય GIGA Box નું Remote Microphone સાથે આવશે એટલે Channel Change કરવી હોય તો પણ તમે બોલીને એ કરી શકો છો એના માટે નામ યાદ રાખવા કે ચેનલનો નંબર યાદ રાખવો જરૂરી નહિ હોય.

અત્યારે પણ Reliance Jio Giga Fiber નું ટેસ્ટિંગ ચાલુ છે અને Pune માં રહેતા એક વ્યક્તિને 743 MBPS ની Highest Data Speed મળી છે. Jio Giga Fiber માં Basic Speed જ તમને 1 GBPS ની મળવાની છે. આ માટેના Bookings 15 August થી શરુ થશે તો અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દો અને હા આ વખતે જે તે શહેર-વિસ્તારમાંથી વધુ Registration આવ્યા હશે ત્યાંથી જ શરૂઆત કરવામાં આવશે એ ય નક્કી છે.

Jio Phone 2

Reliance AGM માં Jio Phone 2 પણ Launch કરી દેવાયો છે. 1599 રૂપિયામાં તમે Reliance Jio Store પરથી આ Phone ખરીદી શકો છો. જુના Jio Phone માટે તમને 550 રૂપિયા આપવામાં આવશે. આમ જોવા જાઓ તો આ Basic Phone છે જેમાં તમને 4G Data Speed મળશે અને ખાસ તો જે Jio Phone માં તકલીફ હતી કે Whatsapp નથી ચાલતું તે અહીંયા દૂર કરી દેવામાં આવી છે. આ phone માં તમે Whatsapp પણ ચલાવી શકશો. 512 MB RAM તથા 4 GB નું Internal Storage આ Phone ધરાવે છે. 2000mh ની Battery અને 2 Megapixel નો Camera અને Front Facing Camera માં VGA Camera તમને મળશે.

Reliance e-Commerce

Jio દ્વારા પહેલા Mobile Telecom અને હવે Broadband તથા DTH માં ધમાકો કર્યા બાદ હવે Reliance e-commerce તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. Reliance દ્વારા પહેલેથી જ Reliance Trendz અને અન્ય Retail Stores ખોલવામાં આવ્યા છે પણ હવે Jio ના સહારે તેઓ Flipkart અને Amazon જેવા Retail e-commerce giants ને ટક્કર આપશે. જોકે આ અંગે હાલ માત્ર જાહેરાત કરવાંમાં આવી છે પણ કઈ રીતે શરૂઆત થશે તે વિષે હજુ કશું કહેવાયું નથી. Joke Ajio દ્વારા Reliance અને Jio જૂથ Clothing Sector માં પ્રવેશ કરી ચૂક્યું છે.

બસ તો આ હતો Reliance Jio નો મોટો ધમાકો હવે જોવાનું એ છે કે JIO 4G માર્કેટમાં આવતા જે રીતે Telecom Company એ પોતપોતાના Plans માં બદલાવ કર્યો એ રીતે Broadband Services આપતી Company હવે શું કરે છે.

eછાપું

તમને ગમશે: અમૃતા પ્રીતમ અને સાહિર લુધિયાનવી – એક અધુરી પ્રેમ કહાની?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here