શું પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અભિવ્યક્તિની આઝાદીના વર્તુળની બહાર છે?

1
124
Photo Courtesy: peepingmoon.com

આજકાલ ચારેય તરફ Netflix ની ‘ઇન્ડિયન ઓરીજીનલ’ સિરીઝ સેક્રેડ ગેમ્સની બોલબાલા છે. કહેવાતા હોંશિયાર એટલેકે MBA રિવ્યુકારો સિરીઝની મજાક ઉડાવી રહ્યા છે જ્યારે સામાન્ય જનતાને એમાં મજા પડી રહી છે. પણ અહીં વાત રાજીવ ગાંધી, આપણા પૂર્વ વડાપ્રધાનની છે.

હવે કદાચ તમને સવાલ થશે કે રાજીવ ગાંધી અને Netflixનો શો સંબંધ? તો તમને જણાવું કે સેક્રેડ ગેમ્સમાં એક જગ્યાએ નવાઝુદ્દીન સિદ્દીકી રાજીવ ગાંધી માટે અપશબ્દ બોલે છે. અહીં એ નોંધ લેવી જરૂરી છે કે આ લખનારે હજી સુધી સેક્રેડ ગેમ્સ સિરીઝ જોઈ નથી.

Photo Courtesy: peepingmoon.com

હવે રાજીવ ગાંધી વિષે અપશબ્દ કે અપશબ્દો બોલાય તો કોઇપણ કોંગ્રેસી નેતાનું લોહી ન ઉકળે તો જ નવાઈ. પણ નવાઈ એ બાબતની લાગી કે આ લોહી ઉકાળો ક્યાંયથી નહીં પરંતુ છેક પશ્ચિમ બંગાળમાંથી ઉઠ્યો અને ત્યાંના કોઈ સ્થાનિક કોંગ્રેસી નેતા નામે રાજીવ કુમાર (વ્હોટ અ કો-ઇન્સીડ્ન્સ!!) એ Netflix, આ સિરીઝ સાથે જોડાયેલા લોકો તેમજ નવાઝુદ્દીન સિદ્દીકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Photo Courtesy: Twitter

હવે રાજીવ ગાંધી માટે વપરાયેલો એ અપશબ્દ શું હતો એ તમને ઉપર આપેલા ફોટોગ્રાફ જોઇને ખ્યાલ તો આવી જ ગયો હશે. જી હા, પહેલી નજરે આ અપશબ્દ છે અને કોઈનું પણ અપમાન થઇ શકે એ રીતનો અપશબ્દ છે. પણ ચર્ચાનો મુદ્દો એ નથી.

ચર્ચાનો મુદ્દો અહીં એ છે કે શું રાજીવ ગાંધી અભિવ્યક્તિની આઝાદીના વર્તુળની બહાર છે? સેક્રેડ ગેમ્સ જોઈ નથી પરંતુ એ સિરીઝ જોનારા ઘણા મિત્રોએ આ જ સિરીઝમાં ભગવાન રામ અને લક્ષ્મણનું પહેલી નજરે અપમાન કરતા કેટલાક દ્રશ્યો હોવાનું પણ કહ્યું છે.

લાગતું વળગતું: શું નરેન્દ્ર મોદી માલદિવ્સ માટે બીજા રાજીવ ગાંધી બની શકશે?

માત્ર કલ્પના કરો કે સેક્રેડ ગેમ્સમાં રાજીવ ગાંધી અંગે કશું નથી પરંતુ માત્ર ભગવાન રામ અને લક્ષ્મણ અંગેનો અપમાનજનક સીન જ હોત અને કોઈ હિન્દુવાદી સંગઠને કે વ્યક્તિએ પોતાની લાગણી ઘવાઈ છે એમ કહીને કોર્ટમાં કેસ ઠોકયો હોત તો?

તો? તો આ જ કોંગ્રેસીઓ પહેલા તો તેની પાછળ ભાજપ અને સંઘનો હાથ હોવાનું જાહેર કરીને તેને ભાજપની રાજકીય ચાલ હોવાનું જાહેર કરી દેત. પછી આ કોંગ્રેસીઓ તેમના વામપંથી અને લિબરલ પત્રકારો દ્વારા હિન્દુઓને અભિવ્યક્તિની આઝાદી એટલે શું એની ડાહી ડાહી શિખામણો અપાવત.

આવા બેવડા ધોરણો શા માટે? જો કોઈ એક વ્યક્તિ કે એક સંપ્રદાય કે સંસ્થાની લાગણી કોઈ સિરિયલ કે ફિલ્મ દ્વારા ઘવાતી હોય અને એની ફરિયાદ થાય તો એ કાયદાના હક્કનું પાલન અને કોઈ બીજા પ્રકારની વ્યક્તિ, સંપ્રદાય કે સંસ્થાની લાગણી કોઈ અન્ય સિરિયલ કે ફિલ્મ દ્વારા ઘવાય તો એ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો એવી કેવી વિચિત્ર થિયરી?

જે પ્રમાણે પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે એ પ્રકારનો શબ્દ રાજીવ ગાંધી તો શું કોઈના માટે ન ચલાવી લેવાય પરંતુ એક બાબત અહીં એ પણ નોંધવા જેવી છે કે આ એક નવા પ્રકારનું ભારત છે. Netflix પણ આ જ નવા પ્રકારના ભારતને ટાર્ગેટ કરી રહ્યું છે.

આ એવું ભારત છે જ્યાં વર્તમાન વડાપ્રધાનનું પણ કોઈજ સન્માન નથી, એમને મા-બેનની અભદ્રમાં અભદ્ર ગાળોથી દરરોજ નવાજવામાં આવતા હોય છે અને એમ કરવામાં લોકોને શરમ નથી પણ ખુદનું સન્માન દેખાતું હોય છે. તો જો વર્તમાન વડાપ્રધાન અપશબ્દોથી પર નથી તો રાજીવ ગાંધી જેવા ભૂતપૂર્વ વડાપ્રધાનની તો ક્યાં વિસાત?

ન્યાય બધા માટે સરખો હોવો જોઈએ, જો એક મુદ્દા પર એક વિરોધ સાચો છે તો એવા જ અન્ય મુદ્દા પરનો વિરોધ ખોટો ન જ હોઈ શકે.

eછાપું

તમને ગમશે: AK એટલેકે અરવિંદકેજરીવાલનો ઓફિસ ઓફ પ્રોફિટ અંગે એક્સક્લુઝિવ ખુલાસો

1 COMMENT

  1. રાજીવ ગાંધી કરતા પણ હિન્દુત્વ ની બૌદ્ધિક મજાક માટે જ સિરીઝ બની છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here