ઉત્સવોની રાણી દિવાળી: આ વર્ષે દિવાળીને નવા વ્યંજનોથી વધાવીએ

0
397
Photo Courtesy: foodiye.com

કવિ કાલીદાસ કહી ગયા છે કે उत्सवप्रिय​: खलु जना:, એટલે કે લોકો ઉત્સવપ્રિય હોય છે. આ વાત આપણા માટે શતપ્રતિશત સાચી છે. અત્યારે, એટલેકે સપ્ટેમ્બર-ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીનો સમય ‘The Great Indian Festive Season’ તરીકે ઓળખાય છે. અને તહેવારનો મારે માટે અર્થ છે, Food, Fun and Frolic, એટલે કે મોજ, મસ્તી અને ખાણીપીણી. ઉત્સવ દરમિયાન શહેરમાં થતી ચહલ-પહલ અને પ્રવૃત્તિ મને હંમેશા ઉત્સાહિત કરે છે, અને વાત જયારે Queen of Festivals-દિવાળી વિષેની હોય ત્યારે  એમાં કોઈ જ પ્રકારની બાંધછોડ ન કરી શકાય.

ગ્લોબલી દિવાળી “ભારતીય પ્રકાશના તહેવાર” તરીકે ઓળખાય છે. બધા ભારતીય તહેવારોમાં સૌથી આકર્ષક અને લોકપ્રિય તહેવાર પણ દિવાળી જ છે. આ કોઈ એક સમુદાય કે રાજ્યનો તહેવાર નથી, પરંતુ તમામ જાત-પાતના બંધનોને દૂર કરી ને ઉજવાતો એકતાનો ઉત્સવ છે. આ એકમાત્ર એવો ઉત્સવ છે જેમાં પરંપરાગત રીવાજ અને આધુનિકતાનો અભિન્ન સમન્વય છે, સમગ્ર દેશને જોડતી એક રાષ્ટ્રીય ઘટના છે.

આ વર્ષનો એવો સમય છે જ્યારે દુકાનો વિવિધ રસપ્રદ મીઠાઈઓ જેવીકે કાજુ કતરી, લાડુ, બરફી, ગુલાબજાંબુ, રસગુલ્લા, જાત-જાતના ડ્રાય ફ્રુટ્સ, વિવિધ જાતના હલવા અને બીજી કંઈ કેટલી મીઠાઈઓ અને ફ્યુસન વાનગીઓ જેવીકે મોતીચૂર કપકેક, ગુલાબજાંબુ ડોનટ, ઘેવર ચિઝકેક વગેરેથી ભરાઈ જાય છે.  અને હા, તમે પણ કોઈપણ જાતની બાંધછોડ વગર સમોસા, કચોરી, ભજીયા અને બીજી કેટલીય કેલોરીયુક્ત વાનગીઓ ખાઈ અને ખવડાવી શકો છો.(ભલેને પછી, લાભપાંચમથી વધી ગયેલા વજનની ફરિયાદ આવવાની ચાલુ થઇ જાય!)

સો, આ વખતે ફૂડમૂડમાં જોઈશું કેટલાક ન્યુ એજ અને ફ્યુઝન(કન્ફયુઝન નહિ!) આઈડીયાઝ આ દિવાળીમાં મહેમાનોની સરભરામાં કામ લાગે એવા!

કેસર ચંદનનું શરબત ગરમીમાં એક અનોખી ઠંડક આપે છે, અને કેસર અને ચંદન બંને રીચનેસ માટે પરફેક્ટ છે.

ટોમેટો-રીકોટા ચીઝ બોલ્સ એક મજેદાર સ્ટાર્ટર અને ફિંગર ફૂડ છે. ટામેટાની ખટાશ અને રીકોટા ચીઝનો નમકીન સ્વાદ, મોંમાં એક મસ્ત ધમાકો છોડે છે.

બુંદી રબડી પરફે એ પૂર્વ અને પશ્ચિમનું એક ખૂબ જ સરસ અને નવીન તાલમેલ છે. પૂર્વનો સ્વાદ અને પશ્ચિમી ડેઝર્ટ, આજની જેન-એક્સ ને બીજું શું જોઈએ?

કેસર ચંદન શરબત

Photo Courtesy: becauseanyonecancook.com

સામગ્રી:

1/2 ચમચી ચંદનની પેસ્ટ (1/4 ચમચી ચંદન પાઉડરમાં ¼ ચમચી પાણી ભેળવી, બરાબર મિક્સ કરવું)
2 ચમચી કેસર
4 ટેબલસ્પૂન લીંબુનો રસ
6 ટેબલસ્પૂન ખાંડ
1/4 ચમચી એલચી પાવડર

રીત:

  1. એક નાની વાટકી માં થોડું ગરમ ​​પાણી લઇ કેસર ગરમ કરો અને તે ઓગળે ત્યાં સુધી ઘસતા રહીને હલાવો.
  2. એક મોટા બાઉલમાં કેસરનું મિશ્રણ ઉમેરી તેમાં ચંદનની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, એલચી પાવડર અને સારી રીતે મિક્સ કરો.
  3. ગ્લાસમાં રેડી, ઉપરથી ક્રશ કરેલો બરફ નાખી, સર્વ કરો.

ટોમેટો રીકોટા ચીઝબોલ્સ

Photo Courtesy: bbcgoodfood.com

સામગ્રી:

1 કપ ચેરી ટામેટાં
1/2 કપ તાજું રીકોટા ચીઝ, અથવા પનીર
1/4 કપ સમારેલી બેઝીલ
1 tsp મરી
3 tbsp  કોર્ન સ્ટાર્ચ,પાણી ઉમેરીને પાતળું કરેલું.
1 1/2 કપ બ્રેડ ક્રમ્સ
મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલ

રીત:

  1. ચેરીટમેટાંનાં ટોપને કાપી તેના બે કટકા કરો અને અંદરનો માવો કાઢી લો.
  2. બાકીની તમામ સામગ્રીને મિક્સ કરો.
  3. આ મિશ્રણને ટામેટામાં ભરો.
  4. કોર્નસ્ટાર્ચના ખીરાને તૈયાર કરો અને બ્રેડ ક્રમ્સને એક પ્લેટમાં ફેલાવો.
  5. કોર્નસ્ટાર્ચના ખીરામાંટામેટાને ડૂબાડી બ્રેડ ક્રમ્સમાં રગદોળો.
  6. ફરીથી આ જ સ્ટેપ મુજબ ટામેટાને ખીરામાં ડૂબાડી, બ્રેડ ક્રમ્સમાં રગદોળો.
  7. હાથ વડે વધારાના ક્રમ્સને દૂર કરો.
  8. ગરમ તેલમાંકોટેડસ્ટફ્ડટમેટાંનાખો.
  9. ટામેટા બધી બાજુથી સમાન રીતેતળાય તે માટે સાચવીને પલટો.
  10. તેઓસોનેરીથાય એટલે તેલમાંથી કાઢી કિચન ટોવેલ પર વધારાનું તેલ ડ્રેઈન કરવા માટે મૂકો.
  11. તાજા બનાવેલા સાલસા સોસ કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
લાગતું વળગતું: ઉનાળામાં ગરમ થયેલા આત્માને તૃપ્ત કરીને ઠંડક આપતા આઈસ્ક્રીમ

બુંદી રબડી પરફે

Photo Courtesy: foodiye.com

સામગ્રી:

1 કપ રબડી

1 કપ મીઠી બુંદી
થોડા ડ્રાયફ્રૂટ, બારીક કાપેલા

રીત:

  1. કાચના એક ગ્લાસમાં નીચે રબડી ભરો, લગભગ ૨-૩ ટેસ્પૂન જેટલી.
  2. તેના પર લગભગ અડધા જેટલી બુંદી ભરો.
  3. તેના પર ડ્રાયફ્રુટ ગોઠવો.
  4. ફરીથી આ જ પ્રમાણે લેયર બનાવો.
  5. લગભગ 1 કલાક માટે ઠંડુ કરી, સર્વ કરો.

તો આ દિવાળી ખાઓ અને મજા કરો. Wish you a Very Happy Diwali and Prosperous New Year! નવા વર્ષે, નવા આઈડીયાઝ સાથે ફરી મળીશું! અને હા, લાભ પાંચમે Healthનું મુહુર્ત કરવાનું નાં ભૂલતા!!

eછાપું

તમને ગમશે: ગુજરાતમાં જાહેર થયેલા નવરાત્રી વેકેશન અંગે એક મૂર્ધન્ય સાહિત્યકાર નું મંતવ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here