સ્ટ્રીટ ફૂડ એ દરેક શહેરની શાન છે જેમાં અમદાવાદ પણ સામેલ છે!

0
297
Photo Courtesy: a4ahmedabad.com

કોઇપણ શહેરની મુલાકાત લ્યો ત્યારે ત્યાંના જાણીતા સ્થળોની મુલાકાત લેવા જેટલુંજ મહત્ત્વ એ શહેરના સ્ટ્રીટ ફૂડની મજા માણવાની હોય છે કારણકે તેનાથી એ શહેરનો મિજાજ પારખી શકાય છે.

Photo Courtesy: a4ahmedabad.com

ભારત એ એવી જમીન છે જ્યાં વૈવિધ્યતામાં એકતા મળે છે, અને ફૂડ એ માટેનું એક આદર્શ ઉદાહરણ છે. વેલ, બીજાનું ખબર નહિ પણ એટલીસ્ટ મને તો સ્ટ્રીટ ફૂડ ખૂબ જ પસંદ છે અને મારું માનવું છે કે સ્ટ્રીટ ફૂડ ખાવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે! જેમ કે તમે જ્યારે દિલ્હી જવ ત્યારે લાલ કિલ્લાની મુલાકાત લેવી કે આગ્રા જાવ ત્યારે તાજમહાલ જોવો જરૂરી છે તેવી જ રીતે કોઈ નવા શહેરની મુલાકાત ત્યાંના લોકલ સ્ટ્રીટ ફૂડ વગર અધૂરી છે. સ્ટ્રીટ ફૂડ માટેની એક સામાન્ય ગેરસમજ એ છે કે એમાં ઓપ્શન્સ ઓછા છે અને તે હંમેશા સસ્તા હોય છે. જો કે અમદાવાદમાં આવેલી કેટલીક એવી જગ્યાઓની યાદી બનાવી શકાય એમ છે જ્યાં ખર્ચ અને ખોરાકની કોઈપણ હાઈ-એન્ડ રેસ્ટોરેન્ટ્સ સમકક્ષ છે.

છેલ્લા થોડા સમયમાં અમદાવાદમાં ઠેકઠેકાણે આવેલી ખાઉગલીઓમાં ઘણો ફેર આવી ગયો છે અને પ્રધાનમંત્રીની સ્ટાર્ટ-અપ સપોર્ટ યોજનાઓને લીધે CEPT અને IIM નજીકની લારીઓ દુકાનમાં ફેરવાઈ ગઈ છે, પણ હજુ પણ અમદાવાદનાં સ્ટ્રીટ ફૂડમાં એક અલગ જ ચાર્મ છે.

સૌથી પહેલા વાત કરીએ CEPT યુનિવર્સીટી બહાર આવેલી ખાઉગલીની તો એ કોલેજ વિસ્તાર હોવાથી અહી કોલ્ડ કોકો અને મેગીની લારીઓ પુષ્કળ પ્રમાણમાં છે, જેમાંની અમુક ખરેખર સરસ છે, અને અમુક તો ત્યાના કોલેજીયનો માટે ઇવનિંગ અડ્ડા જેવી છે. આ ઉપરાંત સાંજ પડે અહી ફૂડ વેગન્સ ખૂબ ઉભી રહેતી હતી પહેલા, જેમાં મેક્સિકન, ઇટાલિયન, સીઝ્લર્સ જેવી વેરાઈટી ઉપરાંત આઈસ્ક્રીમ, પેનકેકસ અને આઈસ સ્લશ પ્રખ્યાત ગણાતા, જો કે આ પૈકીના મોટાભાગના લોકોએ નજીકના વિસ્તારમાં ભાડેથી કે પોતાની જગ્યા લઇ નાની તો નાની, કાફે સ્ટાઈલ જગ્યા ચાલુ કરી છે.

જો CEPT પાસે મેગીની લારીઓ છે તો GLS કોલેજ પાસે લકી સેન્ડવીચ છે. આ એરીઆમાં નહિ નહિ તો ય દસ થી પંદર લારીઓનું નામ લકી સેન્ડવીચ છે. આ ઉપરાંત અહી નજીકમાં જ લો-ગાર્ડનની ખાઉગલી હતી, જે હવે ટૂંક સમયમાં રીવેમ્પ થઈને ફરીથી શરૂ થશે, એ જ અગ્રવાલની પાણીપૂરી અને ઓનેસ્ટનાં પાઉભાજી ટૂંક જ સમયમાં ફરી પાછા મળવા લાગશે.

આ ઉપરાંત અમદાવાદ પાસે સૌથી મોટી ખાઉગલી માણેકચોક છે. માણેકચોક એ એક ઈમોશન છે, ખાસ તો અમદાવાદની બહાર રહેતા લોકો માટે. દિવસે સોની બજાર અને રાતે ખાઉગલીમાં પરિવર્તિત થતું માણેકચોક, હજુ પણ કેટલાય NRIs માટે ઢોસા અને સેન્ડવિચની ઓળખ છે. ઘણા લોકો માટે અહીંનાં ગ્વાલીયા ઢોસા એટલે અમદાવાદની ઈજ્જત સમાન છે, એ લોકો સામે એના વિષે કશું બોલાય પણ નહિ!

જો તમને એમ હોય કે, અમદાવાદ માટે સ્ટ્રીટ ફૂડ એટલે પાણી પુરી, રાગડા પેટીસ, ભેલ પુરી, ચટની પુરી, સેવ પુરી, પાવભાજી, વડાપાવ, દાબેલી, ચાઇનીઝ(અથવા ચાઇનેઝ), અને એવું બધું જ છે, તો તમે થાપ ખાઓ છો. આજકાલ અમદાવાદમાં નવી જનરેશનને પ્રિય એવા મોમોઝ પણ સ્ટ્રીટ ફૂડ છે, પછી એ મોમોમેનનાં ઠેક-ઠેકાણે જોવા મળતા ઠેલા હોય કે પછી આમ્ડોઝ કિચનના રીઅલ તિબેટિયન મોમોઝ હોય એ બધા જ એટલા જ પ્રેમથી ખવાય છે જેટલા પ્રેમથી SG રોડ પર બસ્કર્સ કોર્નરની પેનકેકસ.

નોન-વેજીટેરિયન માટે ભઠીયાર ગલીની સાથે સાથે કાલુપુર નજીક આવેલી બારા-હાંડીની દુકાનો ફેમસ છે, ટીક્કા, કબાબ અને એવી અન્ય વાનગીઓ માટે. એ એક આખું અલગ સ્વાદ વિશ્વ છે જ્યાં આપણામાંથી ઘણા જવાનું તો દૂર વિચારવાનું પણ નથી પસંદ કરતા.

આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગરનાં રસ્તે આવેલા ટીપીકલ રાજસ્થાની કે કાઠીયાવાડી ઢાબા પણ સ્ટ્રીટ ફૂડ જ છે! ત્યાં મળતી દાળ-બાટી ખાવા લોકો ગાંધીનગરના IT પાર્કમાંથી આવે છે.

તો આજે શું ખાવા જશો?

કોર્ન રગડા

સામગ્રી:

-250 ગ્રામ બાફીને છુન્દેલા બટાકા
-3 ટીસ્પૂન કોર્નફલોર
-50 ગ્રામ પનીર, હાથથી મસળેલું
-2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ

-2 ટેબલસ્પૂનસમારેલી કોથમીર
-250 ગ્રામ બાફેલા મકાઈના દાણા
-4 ટેબલસ્પૂન ડુંગળીની પ્યુરી
-1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
-1/4 કપ ટામેટાની પ્યુરી
-1/4 ટીસ્પૂનહળદર
-1/2 ટીસ્પૂનધાણા જીરું
-1/4 ટીસ્પૂનગરમ મસાલા
-મીઠું સ્વાદમુજબ

સજાવટ માટે-
-આમલીની ચટણી, કોથમીરની ચટણી અને લસણની ચટણી
-સમારેલી ડુંગળી
-સેવ

રીત:

  1. બટાકામાં કોર્નફલોર અને મીઠું ઉમેરીને બરાબર ભેળવી દો.
  2. એક બાઉલમાં પનીર લઇ તેમાં લીલા મરચાની પેસ્ટ, કોથમીર અને મીઠું ઉમેરીને બરાબર ભેળવો દો.
  3. હવે બટાકાના મિક્સરમાંથી એક લુવો લઇ તેને થોડો થેપી તેમાં પનીરનું મિશ્રણ મૂકો. લુવાને બરાબર સીલ કરી પેટીસનો આકાર આપો.
  4. આ પેટીસને તવા ઉપર ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકી લો.
  5. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પ્યુરી ઉમેરી તેને બરાબરસાંતળી લો. હવે તેમાં ટોમેટો પ્યુરીઉમેરો અને લગભગ 5 થી 7 મિનીટ માટે સાંતળી લો.
  6. હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને ગરમ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  7. તેમાં મકાઈના દાણા ઉમેરો અને 2 કપ પાણી ઉમેરી તેને થોડીવાર ખદખદવા દો. મિશ્રણ સહેજ ઘટ્ટ થાય એટલેઆંચઉપરથી ઉતારી લો, રગડો તૈયાર છે.
  8. પીરસવા માટે, એક બાઉલમાં ટીક્કી મૂકી, ઉપર થી કોર્ન રગડો રેડો. તેના ઉપર જરૂર મુજબ ચટણી ઉમેરી સમારેલી ડુંગળી અને સેવ ભભરાવી પીરસો.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here