ભાત ભાતના ભાત અને તેમાંથી બનતી ભાત ભાતની રેસિપીઓ!

0
193
Photo Courtesy: Aakanksha Thakore

આપણા દેશના લગભગ દરેક હિસ્સામાં ભાત અનેરું મહત્ત્વ ધરાવે છે. ભાતથી જ અસંખ્ય પ્રકારના ભોજનો બનાવી શકાય છે જેની સાબિતી છે અહીં આપવામાં આવેલી ત્રણ રેસિપીઝ જે ભાતમાંથી જ  બનાવવામાં આવી છે.

ભારતીય ખાદ્ય સંસ્કૃતિમાં ભાત એટલેકે ચોખાનું જબરું મહત્ત્વ છે. ઉત્તર જાવ, દક્ષિણ જાવ, પૂર્વ જાવ કે પશ્ચિમ જાવ તમને ભાગ્યેજ કોઈ એવી ડીશ મળશે જેમાં ભાત પોતાનું સ્થાન નહીં ધરાવતા હોય. દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાંતો ભાત જ સર્વેસર્વા હોય છે.

આપણા ગુજરાતની થાળીમાં પણ ભાતને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યારે પણ શું જમ્યા એવો કોઈ સવાલ ઉભો થાય ત્યારે દાળ, ‘ભાત’, રોટલી અને શાક એ જવાબ મળવો અહીં સ્વાભાવિક છે. ભાત એટલેકે ચોખાથી પણ વૈવિધ્યપૂર્ણ ભોજન બનાવી શકાય છે. એવી જ ત્રણ સાવ અલગ અલગ પરંતુ ભાતથી જ બનતી ત્રણ રેસિપીઝ આજે આપણે શીખીશું.

સ્વામીનારાયણ ખીચડી

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1 કપ ચોખા

½ કપ તુવેર દાળ

2 લવિંગ

1 તજ

¼ ટીસ્પૂન હળદર

2 ટેબલસ્પૂન ઘી

2 ટેબલસ્પૂન દહીં

2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી

સ્વાદ મુજબ મીઠું

શાકભાજી

2 મધ્યમ કદના બટાટા – નાના નાના ટુકડાઓમાં કાપીને

1 મધ્યમ કદનું ટમેટા – નાના ટુકડાઓમાં કાપીને

મિશ્ર શાકભાજીનાં ½ કપ: વટાણા, ગાજર, રીંગણા, વગેરે નાના ટુકડાઓમાં કાપીને.

1 ટીસ્પૂન આદુ-મરચા પેસ્ટ

1 ટીસ્પૂન રાઈ

¼ ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન લાલ મરચું પાવડર

1 ટીસ્પૂન ધાણા પાવડર

2 ટેબલસ્પૂન ઘી

સ્વાદ મુજબ મીઠું

રીત:

 1. દાળ અને ચોખાને લગભગ 15 મિનીટ માટે અલગ અલગ પલાળો.
 2. એક કડાઈમાં ઘી લો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, આદુ-મરચાંની પેસ્ટ, હળદર ઉમેરીને સાંતળો.
 3. તેમાં બટાકા ઉમેરો અને સાંતળો.
 4. હવે તેમાં બીજા શાકભાજી ઉમેરીને, સ્વાદમુજબ મીઠું ઉમેરીને સાંતળો. આ મિશ્રણને બાજુ પર રહેવા દો.
 5. એક પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરી તેમાં રાઈ, હળદર, તજ અને લવિંગ ઉમેરો. પલાળેલી દાળ ઉમેરીને સાંતળી લો.
 6. લગભગ અડધો કપ પાણી અને મીઠું ઉમેરી, ઢાંકણ ઢાંકીને થોડીવાર પકવવા દો.
 7. હવે તેમાં સાંતળેલા શાક્ભાઈ અને ચોખા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમાં લાલ મરચું પાઉડર અને ધાણા પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
 8. ચાર કપ પાણી ઉમેરીને 2 થી 3 સીટી સુધી પ્રેશર કૂકરમાં પકવી લો.
 9. ખીચડી તૈયાર થઇ જાય એટલે તેમાં દહીં ઉમેરીને બરાબર ભેળવી દો.
 10. કોથમીર થી સજાવીને ગરમાગરમ પીરસો.

ટોમેટો ભાત

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

3 કપ રાંધેલા ચોખા (બાસમતી ચોખા)
1 મધ્યમ મોટી ડુંગળી
5-6 નાના મધ્યમ ટામેટા
1/2 ટીસ્પૂન રાઈ
1 ટીસ્પૂન ચણા દાળ

1 ટીસ્પૂનઅડદદાળ

1 ટીસ્પૂન લસણ પેસ્ટ
1/4 ટીસ્પૂન મેથીના દાણા

1/4 ટીસ્પૂન હળદર
2 ટીસ્પૂન સંભાર પાવડર
1 સૂકાં લાલ મરચાં
3 ટીસ્પૂન તેલ
હિંગ ચપટી
મીઠું સ્વાદ મુજબ
મીઠો લીમડો થોડા પાંદડા
પાણી 1 કપ

રીત:

 1. એક પેનમાંતેલ ગરમા કરો.તેલગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.
 2. રાઈ તતડે એટલે હિંગઅને લાલમરચાં,ત્યારબાદઅડદનીદાળઅનેચણાદાળઉમેરો.
 3. દાળનો રંગબદલવાનોશરૂજાય, એટલેમેથી દાણા ઉમેરો.
 4. લસણપેસ્ટ ઉમેરો અને થોડી સેકન્ડો માટે સાંતળો.
 5. ડુંગળી અને મીઠું ઉમેરી 2-3મિનિટ માટે સાંતળો.
 6. ડુંગળીનરમ થાય ત્યારે, પેનમાંટામેટાંઉમેરો અનેગરમી વધારો છે.હળદરઉમેરો અને બરાબર હલાવો.ટામેટા નરમ થાય ત્યાં સુધીઊંચા તાપેપર પકવો.
 7. એક કપ પાણીઉમેરો અને મીઠો લીમડો નાખી અને સંભાર પાવડરઉમેરો અને બરાબર હલાવો.
 8. ઢાંકણ ઢાંકીમધ્યમ ગરમીપર5 થી 7મિનિટ માટે રંધાવા દો.
 9. ધીરે ધીરે રાંધેલા ભાત ઉમેરો. પૂરતીગ્રેવીછેતેની ખાતરી કરવા માટે થોડા થોડા ભાત ઉમેરો.
 10. ઢાંકણ ઢાંકીઅને ધીમા તાપે5મિનિટ માટેરંધાવા દો.
 11. પાપડ, દહીં, રાયતાં અથવામસાલેદારચટણીસાથેગરમગરમ પીરસો.

મેક્સિકન રાઈસ

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1 કપ બાસમતી ચોખા, પકવેલા

½ કપ રાજમા, પલાળીને બાફેલા

½ કપ મકાઈના દાણા, બાફેલા

1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1 ટેબલસ્પૂન બટર

મીઠું સ્વાદ મુજબ

ગાર્નીશિંગ માટે ચીઝ

સાલસા માટે:

1 મીડીયમ સાઈઝનું ટામેટું

1 મીડીયમ ડુંગળી

1 લીલું મરચું

2 થી 3 કળી લસણ

1 ટેબલસ્પૂન તેલ

મીઠું સ્વાદ મુજબ

2 ટેબલસ્પૂન પાણી

રીત:

સાલસા માટે:

 1. સાલસા માટેની સામગ્રીના બધા જ શાકભાજીને સહેજ તેલથી ગ્રીઝ કરીને તવા ઉપર શેકી લો.
 2. શેકાઈ જાય એટલે ઉપરની બળેલી છાલ કાઢીને તેને મીક્સરના જારમાં લઇ, સહેજ તેલ, મીઠું અને પાણી ઉમેરી એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લો.
 3. સાલસા સોસ તૈયાર છે.

આગળની રીત:

 1. હવે એક પેનમાં બટર લો. બટર ઓગળે એટલે એમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને લગભગ 1 મિનીટ માટે સાંતળો.
 2. હવે તેમાં તૈયાર થયેલો સાલસા સોસ ઉમેરી થોડીવાર માટે સાંતળો.
 3. હવે તેમાં રાજમા, મકાઈ અને થોડું મીઠું ઉમેરી બરાબર ભેળવી દો.
 4. જરૂર લાગે તો, મિશ્રણને થોડું ઢીલું કરવા માટે લગભગ 2 ટેબલસ્પૂન જેવું રાજમા કે મકાઈનું પાણી ઉમેરો.
 5. હવે તેમાં ધીરે ધીરે બાસમતી ચોખા ઉમેરતા જાઓ અને સાચવીને મિક્સ કરતા જાઓ.
 6. રાઈસ એકદમ કોરો કે બહુ વધારે રસા વાળો ન હોવો જોઈએ.
 7. ઉપરથી ચીઝથી ગાર્નીશ કરી, સૂપ સાથે કે એમ જ સર્વ કરો.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here