(અ)સહિષ્ણુતા: રાહુલ ગાંધીની ટીકા કરનાર પ્રોફેસરને સજા મળી

0
133
Photo Courtesy: twitter.com/shriyogeshwar

વિરોધી મત ધરાવનારાઓ અસહિષ્ણુ અને પોતાની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ મારનારા તેમજ ફાંસીવાદીઓ હોવાનો દાવો કરનારા વામપંથીઓની અસહિષ્ણુતા તેમજ ફાંસીવાદી હરકત પ્રકાશમાં આવી છે.

Photo Courtesy: twitter.com/shriyogeshwar

મુંબઈ: મુંબઈ યુનિવર્સીટીના સિનીયર પ્રોફેસરને સોશિયલ મિડિયામાં રાહુલ ગાંધીની ટીકા કરવા બદલ યુનિવર્સીટીએ બળજબરીથી રજા પર ઉતારી દીધા છે. ધ એકેડમી ઓફ થિયેટર આર્ટસના ડિરેક્ટર પ્રોફેસર યોગેશ સોમણને મંગળવારે યુનિવર્સીટીએ રજા પર જતા રહેવાનો આદેશ કર્યો હતો કારણકે તેમના વિરુદ્ધ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી.

કલીના કેમ્પસ ખાતે એકેડમી ઓફ થિયેટર આર્ટ્સના વિદ્યાર્થીઓ પ્રોફેસર યોગેશ સોમણ વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. છાત્રભારતી સ્ટુડન્ટ્સ યુનિયન તેમજ વામપંથી AISFના કાર્યકર્તાઓએ 13મી જાન્યુઆરીથી પ્રોફેસર સોમણના રાહુલ ગાંધી તેમજ મહિલાઓ વિરુદ્ધના તથાકથિત અપમાનના વિરોધમાં ધરણા શરુ કર્યા હતા.

છાત્રભારતીના મુંબઈ યુનિવર્સીટીના પ્રમુખ શ્રીધર પેડનેકરે કહ્યું હતું કે

યુનિવર્સીટીના જનરલ સેક્રેટરીએ મંગળવારે સવારે 11.30 કલાકે એક પત્રમાં લખ્યું છે કે સોમણને ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાની હડતાલ સમાપ્ત કરી દીધી છે.

યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરે પણ વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે પ્રોફેસર યોગેશ સોમણ વિરુદ્ધ એક ફેક્ટ ફાઈન્ડીંગ કમિટી બેસાડવામાં આવશે અને તેમના વિરુદ્ધની ફરિયાદો પર તેઓ વિચાર કરશે.

14 ડિસેમ્બરે પ્રોફેસર યોગેશ સોમણે રાહુલ ગાંધીના સાવરકર અંગેની ટીપ્પણી વિરુદ્ધ એક વિડીયો Tweet કર્યો હતો. આ વિડીયોમાં પ્રોફેસરે કહ્યું હતું.

તમે સાચું કહો છો કે તમે સાવરકર નથી. એમના કોઇપણ ગુણ તમારામાં નથી, તેમનું બલીદાન, તેમની વીરતા, પરંતુ તમારી પાસે ગાંધી કહેવા લાયક પણ કશું નથી. હું તમારી પપ્પુગીરીની ટીકા કરું છું.

સરકાર અને સરકારના પક્ષમાં રહેલા લોકો અસહિષ્ણુ હોવાનો દાવો વામપંથી સંસ્થાઓ વારંવાર કરી રહી છે, પરંતુ પ્રોફેસર સોમણ વિરુદ્ધ અને તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ એ જ વામપંથી સંસ્થાઓની દાદાગીરી કેટલેક અંશે યોગ્ય છે એ તેઓ જ કહી શકશે. પરંતુ આ બધામાં એક હકીકત એ ભુલાઈ ગઈ છે કે છેલ્લા છ મહિનાથી મુંબઈ યુનિવર્સીટીના થિયેટર વિભાગમાં પ્રોફેસરોની સંખ્યા બહુ ઓછી હોવાની ફરિયાદ ખુદ અહીના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.


eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here