રજનું ગજ: પાકિસ્તાનના કરાંચીના લોકોની રાતની ઊંઘ હરામ થઇ ગઈ

0
344
Photo Courtesy: theweek.in

વા વાયો ને નળિયું ખસ્યું, એ ન્યાયે ગઈકાલે ઘોર અંધકારમાં પાકિસ્તાનના શહેર કરાંચીના નિવાસીઓએ સોશિયલ મિડીયામાં ફેલાયેલી અફવાને કારણે એટલી તો ગભરામણ અનુભવી કે જેની પાછળ ખરેખર કોઈ કારણ જ ન હતું.

Photo Courtesy: theweek.in

કરાંચી: સોશિયલ મિડિયા આશિર્વાદરૂપ પણ છે અને તે હવે લોકોને પરેશાન કરવાનું મહત્ત્વનું સાધન પણ બની ગયું છે. આવુંજ કશુંક ગઈકાલે રાત્રે પાકિસ્તાનના વાણિજ્ય શહેર કરાંચીમાં બન્યું હતું.

ગઈકાલે કરાંચીમાં અધિકારીક રીતે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો અને આખું શહેર અંધકારમાં ડૂબી ગયું હતું. આવા સમયે અચાનક જ કરાંચીવાસીઓએ ફાઈટર જેટ્સના અવાજને સાંભળ્યો અને થોડી જ મીનીટોમાં સોશિયલ મિડિયા દ્વારા એક અજબ પ્રકારની અફવા ફેલાઈ ગઈ.

અફવા એવી ફેલાઈ કે ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ કરાંચી પર ચક્કર લગાવી રહ્યા છે. પરંતુ થોડા સમય બાદ પાકિસ્તાન સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ફાઈટર જેટ્સ પાકિસ્તાની વાયુસેનાના જ હતા.

ભારતીય રક્ષા વિશેષજ્ઞ શિવ અરૂરે tweet કરતા આ સમાચાર આપ્યા હતા અને જણાવ્યું હતું કે પાકિસ્તાનીઓમાં ફેલાયેલી આ ગભરામણ 2019માં બાલાકોટ પર જૈશ એ મોહમ્મદના ત્રાસવાદી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાના પરિણામે ફેલાઈ હતી. અરુરનું કહેવું છે કે જૈશ એ મોહમ્મદ બાલાકોટ હુમલા બાદ હજીપણ અડીખમ છે પરંતુ ભારતીય વાયુસેનાએ જે પરાક્રમ તે સમયે કર્યું હતું તેની માનસિક અસર પાકિસ્તાનીઓ પર હજી પણ તાજી છે અને આથી તેઓ સદાય ગભરાતા રહે છે.

શિવ અરુરે ઉમેર્યું હતું કે પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ્સને ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ ગણીને પાકિસ્તાનીઓનું ગભરાઈ જવું એ દર્શાવે છે કે ભારતે પાકિસ્તાનીઓને બાલાકોટનો સંદેશ વ્યવસ્થિતપણે પહોંચાડ્યો હતો.

ગઈ રાત્રીની ઘટનાની અસર પાકિસ્તાનીઓના મન પર એટલીબધી છે કે Twitter પર અત્યારે પણ #Karachi હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here