ઘરની બહાર કેરીનાં ગોટલા ફેંકશો તો ઇન્કમ ટેક્સની નોટીસ આવશે

0
211
Photo Courtesy: samarsaleel.com

અમારા ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર કોઈ દિવસ કેરી ખાઈને ગોટલા ઘરની બહાર ફેકવાની ભૂલ ન કરશો. કેમકે દોસ્તો સરકાર પેટ્રોલના ભાવ ઘટાડવા અને ટેક્સની આવક વધારવા ઉપર જોર આપી રહી છે અને તે  હેતુથી ઇન્કમ ટેક્સ ઓફિસર હવે ઘરેઘરે ફરી ફરીને તમે કેટલા ગોટલા બહાર ફેક્યા એના પરથી તમારી વાર્ષિક આવક નક્કી કરી તમને ઇન્કમ ટેક્સ ભરવાની નોટીસ મોકલશે .

Photo Courtesy: samarsaleel.com

દા.ત જો હાફૂસના ગોટલા તમારા ઘરની બહાર મળ્યા અને હાફૂસ 500 રૂ ડઝન છે આથી જો તમે ચાર ફેમેલી મેમ્બર્સ છો તો રોજની એક ડઝન હાફૂસનો રસ જોઈએ એટલે 500 રૂ ની 12 કેરી એવું એક દિવસ એટલે 30૩૦ (ત્રીસ) દિવસ પ્રમાણે 6000 રૂપિયાની (અંકે રૂપિયા છ હજાર પુરા) હાફૂસ કેરી થઇ એટલે જો તમે માસિક આવક દસ હજાર રૂપિયાની બતાવી હશે તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને નોટીસ મોકલશે કેમકે તમે માસિક આવક ઓછી બતાવીને ટેક્સની ચોરી કરી છે .

ઇન્કમ ટેક્સ વિભાગના કર્મચારીઓને ખાસ ટ્રેનિગ આપવામાં આવી રહી છે કે જેથી તેઓ ઘરની બહાર પડેલા ગોટલા ઉપરથી કહી શકે કે ઘરના માલિકે કેસર, હાફૂસ, બદામ, તોતા કઈ કેરી ખાધી હશે. કેરીના ગોટલા ઉપરાંત કેરીના છોતરાના આધારે પણ કેરીની જાતિ નક્કી કરવાની અને તેના આધારે માસિક અને વાર્ષિક આવક નક્કી કરવાની ખાસ ટ્રેનિગ ઇન્કમ ટેક્સ અધિકારીઓને અપાઈ રહી છે .

કેટલાય ચાર્ટડ એકાઉન્ટેન્ટ્સ ઇન્કમ ટેક્સ વિભાગની આ મુહિમથી બચવાનો ઉપાય શોધી રહ્યા છે. અમદાવાદ શહેરના એક જાણીતા ચાર્ટડ એકાઉન્ટે અમને જણાવ્યું હતું કે કેરીની પેટી લેવા જતા વપરાતું પેટ્રોલ એ કેરીના આધારે થતી આવકની ગણતરીમાંથી બાદ મળવું જોઈએ એવી સરકારને રજૂઆત કરવી જોઈએ, બીજા એક ઓછા જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટના જણાવ્યા અનુસાર કેરીની આવક તપાસમાંથી બચવા કેરીના ગોટલા અને છોતરા બહાર ફેકવાની જગ્યાએ ગાયને સીધા જ ખવડાવવા જોઈએ જેથી ફક્ત પુણ્યની આવક વધે અને પુણ્યની આવક પર કોઈજ ટેક્સ લાગતો નથી.

પરંતુ કેટલાક કાયદાના જાણકાર આ કાયદાનો દુરઉપયોગ થશે એવો ભય પણ સેવી રહ્યા છે. લોકો એકબીજાના ઘર પાસે કેરીના ગોટલા છોતરા નાખી એકબીજાને ઇન્કમ ટેક્સની જાળમાં ભરાવી દેશે એ પણ ભય છે.

પરંતુ સરકારનું માનવું છે કે આવું કરવાથી ઇન્કમ ટેક્સની ચોરી અટકશે ટેક્સની આવકમાં વધારો થશે અને ટેક્સની આવકમાં વધારો થતો હોઈ પેટ્રોલનાં ભાવ સરળતાથી સસ્તા કરી શકાશે.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .

eછાપું

તમને ગમશે: શિયાળાની સવાર – એક મોડર્ન નિબંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here