ઉનાળો આવતાની સાથેજ ભારતીયોને કેરી યાદ આવે છે. ગુજરાતમાં જૂનાગઢની કેસર અને વલસાડી હાફૂસ અત્યંત લોકપ્રિય છે. પરંતુ આયુર્વેદ અનુસાર કેરીનું શું મહત્ત્વ છે અને તેને કેવી રીતે ખાઈ શકીએ તે જાણીએ…

કેરીઓની મૌસમ જામી છે, આમ આદમીથી લઇ વડાપ્રધાન મોદીજી સુધી સહુ કોઈ ને કેરી પર વિશેષ પ્રેમ છે. કેરીની વાત જ નિરાળી છે. મોદીજીએ કેરીની વાત કરી એમાં આ કેરીથી અઠવાડિયા સુધી ઘણાને પેટ નો દુઃખાવો થયો તો ઘણાને ગુદદાહ રહ્યો. કેમ વડાપ્રધાન માણસ નથી? એ કેરી ખાવાની વાત કરે કે રીતનું ધીરે ધીરે વર્ણન કરે એમાં લોકો ના દિલ કેમ ખાટા થઇ જતા હશે એ સમજાતું નથી. કેરી ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે તો આંબો બાંગ્લાદેશનું સત્તાવાર રાષ્ટ્રીય વૃક્ષ છે. વિશ્વમાં ત્રીજા નંબરનો ફળાઉ પાક કેરી છે અને એની ભેટ પણ વિશ્વને ભારતે જ આપી છે એ ગર્વ લેવા જેવું ખરું. વર્ષે દહાડે 1500થી વધુ કેરીઓની જાત ભારતભરમાં પાકે છે… હોંશે હોંશે ખવાય છે .ભારત જાણે ઉનાળે કેરીમય બની જાય છે…
6000થી વધુ વર્ષોથી ભારતમાં આંબા વવાય છે. એક આંબો વાવ્યા પછી 4-5 વર્ષે ફળ આપતો થાય છે. સામાન્ય આંબો 50 વર્ષ સુધી ફળ આપે જ્યારે આફૂસ તો 200 વર્ષ સુધી ફળ આપતો રહે છે. જે હ્યુએનસંગની વાત મોદીજીએ કરી એક વાત એ પણ ઉમેરવાની રહે કે કેરીને પણ હ્યુએનસંગ જ ચીન લઇ ગયા હતા. એલેકઝાન્ડર પોરસને હરાવી પાછા ફરતી વખતે ગ્રીસ કેરીઓના ટોપલા લાદીને લઇ ગયેલો. બાબરથી લઇ ઔરંગઝેબ સુધીના મોઘલો કેરીઓના શોખીન હતા. આમ પન્ના, આમ પુલાવ વગેરે તેમના જ રસોઈયાઓની દેન છે. બેગમો ઠંડા પાણીના તપેલાંમાં કેરીઓ લઇ બેસતી ને મોઘલ બાદશાહો ઘોળી ઘોળી ખાતા.
નુરજહાં શરાબમાં કેરી નો પલ્પ અને ગુલાબ ભેળવી શરાબ પીરસતી. દારા કલમ કરવાનો ખુબ જાણકાર હોવાથી શાહજહાંને એ વિશેષ વહાલો હતો. મોઘલો રોઝાની ઇફતારપાર્ટીમાં પણ કેરીઓની અવનવી વાનગીઓ બનાવડાવતા. અકબરના લાખ આંબો કરતા વધુ આંબો પેશ્વાઓએ વાવેલા અને એમાંથી જ પોર્ટુગીઝોએ કલમ કરી કેરી નરેશ અલ્ફાન્ઝોની શોધ કરેલી. કેરીઓને વિધિવત વેપારમાં સામેલ કરવાનો શ્રેય ચોક્કસ પોર્ટુગીઝો જાય.
હિંદુ ધર્મના દરેક ગ્રંથમાં કેરીનો વિશેષ ઉલ્લેખ છે. વરાહપુરાણમાં તો લખ્યું છે કે 5 આંબા વાવનાર ક્યારેય નર્કમાં જતો નથી. કૌંસમાં કેસરના આંબા એવું લખવાનું રહી ગયેલ.
બૌદ્ધ ધર્મમાં તો શ્રીબુદ્ધને જ્ઞાન જ આંબા નીચે થયેલ. જૈન દેવી અંબિકાનું આસન પણ આંબા નીચે જ છે. કોઈ પણ સારો પ્રસંગ આંબાના તોરણ અને તાંબાના લોટે નારીયેરને આમ્રપર્ણ પર મૂકી કળશ સ્થાપન ન થાય ત્યાં સુધી અધુરો. રામ લલ્લા હોય કે ગણેશ કેરી પ્રસાદમાંય ચઢે. સરસ્વતી આમ્રમંજરીથી રીઝે તો નવજાતોને આંબાનો મોર ચટાડી તેમની રોગપ્રતિકારકશક્તિ વધારવા આપણે ત્યાં પ્રસંગો યોજાય. ગુજરાતમાં ચોબારી ગામે અવશેષ મળ્યા છે કે અહી યજ્ઞ કરીને પાંડવોએ કેરીના રસ – રોટલીની પાર્ટી રાખેલી. સબુત જોગ ત્યાં પથ્થરની મોટી મોટી કેરીઓ અને રોટલીઓ આજેય મોજુદ છે.
ગોપ સંસ્કૃતિના વારસદાર સૌરાષ્ટ્રના ભરવાડો તરણેતરીઆ મેળામાં કે ગોકળ આઠમના દિવસે હુડારાસ રમતા ગાય છે. સોનાની સાંકળે બાંધ્યો હિંચોળો આંબાની ડાળ…રૂપાનાં કડાં ચાર…વાલો મારો હીંચકે રે આંબાની ડાળ…કનૈયો પણ આંબા ડાળે ઝૂલે છે. નારી કેરી આંબલી, દીઠે દાઢ ગળે…અતીશે સેવન કરે એની જુવાની ધૂળે મળે. રૂપની રૂડી પદ્મણિ જેવી નારી, આંબા માથે પાકેલી શાખની કેરી અને પેટમાં આંબલિયા સંઘરીને બેઠેલી આંબલી એને જોતાંની સાથે જ ભલભલા માણસની દાઢ ગળે છે. એના મોંમાં પાણી છૂટે છે. કહેવત કહે છે, આ ત્રણેયનો ઉપયોગ વિવેકપુરઃસર કરવો જોઇએ. અતિશય ઉપયોગ કરનારની યુવાની ધૂળમાં મળે છે. યુવાન અકાળે નિર્વિર્ય થઇ જાય છે.
કેરીનો મોસમી ધંધો કરનારા વેપારીઓ સાથે પણ કેરીની મજેદાર કહેવતો જોડાયેલી છે. જેમ કે કેરી, કેળાં ને કાંદા એના વેપારી બારે મઈના માંદા. એક ગોટલી ને સો રોટલી. કેરીનો રસ હોય પછી શાકપાંદડું કંઇ ન હોય તોય રસ સાથે ગમે તેટલી રોટલી હોય તોય ખવાઈ જાય.
વસંતઋતુમાં આમ્રમંજરી મહોરી ઊઠે છે ત્યારે કામદેવ સોળેય કળાના થાય છે. એટલે જ એને કામવલ્લભ કે વસંતદૂત કહે છે. જૂના કાળે વસંતમાં, આમ્રમંજરી તોડવાના અને વસંતનૃત્યના આયોજનો આપણે ત્યાં થતાં. ઘણાં શિલ્પોમાં અંગો ઉપાંગોને કેરીની ગોળાર્ધ ઉપમાથી વધુ કમનીય દર્શાવેલા છે. ભગવદ્ગોમંડળમાં જણાવ્યા પ્રમાણે, ભરજુવાન દેખાવડી સ્ત્રીને ‘કાચી કેરી’ની ઉપમા આપવામાં આવે છે. આ સિવાય પણ બીજો એક શબ્દપ્રયોગ ધ્યાન ખેંચે છે. કેરી હિંડોળે ચડી છે, એટલે કે ઘેલછા આવી છે. વસંત ઋતુમાં ઘેલછા વધે છે અને એના પરથી કેરી હિંડોળે ચડે છે એમ કહેવાય છે. કાઠિયાવાડના ઘણા ગામોમાં ખેડૂત પરિવારમાં દીકરીનો જન્મ થાય એને આનંદથી વધાવતા અને પોતાની વાડી-ખેતરમાં દીકરીના નામનો આંબો વાવતા. દીકરી 18 વર્ષની ઉંમરના ઉંબરે આવીને ઊભી રહે ને પરણીને સાસરે જાય ત્યાં સુધીમાં આંબો કેરીઓ આપતો થઇ જાય. કેરીની મોસમ આવતા દીકરીનો ભઇલો આંબેથી કેરીઓ ઉતારી ગાડું જોડીને બહેનના સાસરે આપવા જતો. ગામ આખામાં સમાચાર પહોંચી જતા કે બેનનો વીરો કેરિયુંનું ગાડું ભરી બહેન ભાણિયાને આપવા આવ્યો છે. આમ કેરી પરિવારના સંબંધોને સુદ્રઢ કરવાનું માધ્યમ પણ બની રહી છે. (કથા અને વર્ણન: જોરાવરસિંહજાદવ)
ઈન્દિરાજી પણ કેરી ના શોખીન હતા. આ વાંચો…પાકિસ્તાનની અનવર રતૌલ વિશ્વ પ્રસિદ્ધ કેરીનો જન્મ પણ ભારતના ઉત્તરપ્રદેશમાં બાગપત જિલ્લાના ખેકરા તાલુકાના રતૌલ ગામમાં થયો હોવાનું કહેવાય છે. આ ગામના એક ખેડૂતે રતૌલ નામની કેરીની જાત વિકસાવી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા થયાના થોડા વર્ષો પહેલાં એ ખેડૂત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જઈને વસ્યો ત્યારે પોતાની સાથે નાના રોપા અને કેરી પણ લેતો ગયો હતો. ત્યાં જઈને તેણે આંબો વાવ્યો અને તેના પિતા અનવરના નામ પરથી એ કેરીને નામ આપ્યું, અનવર રતૌલ. પાકિસ્તાનના નેતાઓ ભારતના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિ અને નેતાઓને કેસરના નહીં પણ અનવર રતૌલના ટોપલા મોકલાવે છે. એકવાર ભારતની રતૌલ કેરીના ચાહકોએ કેરીને પણ રાજકીય રંગ આપ્યો હતો. વર્ષ ૧૯૮૧માં ઝિયા ઉલ હકે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીને અનવર રતૌલના ટોપલા મોકલ્યા હતા. આ અહેવાલો મીડિયામાં છપાયા પછી રતૌલ ગામના ‘રાષ્ટ્રવાદી’ ખેડૂતોએ ગુસ્સે થઇને ઇન્દિરા ગાંધીને ‘રતૌલ’ના ટોપલા મોકલ્યા હતા. એ લોકોનું કહેવું હતું કે, આ જ અસલી રતૌલ કેરી છે, ‘અનવર રતૌલ’ નહીં.
ખેર આતો કેરી ની આડી અવળી વાત થઇ…ચાલો આયુર્વેદીક વાતો જોઈએ…ગોટલી, છાલ, અંતરછાલ, પાન, મૂળ, ફૂલ, રસ, ગુંદર, મોર આ દરેક આંબાના અંગો આયુર્વેદમાં ઔષધી તરીકે વપરાય છે. પાકી કેરીને ઘોળીને ખવાય ને રસ કાઢીને ખવાય. કાચી કેરીના મરવાનું કચુંબર, ચટણી ઇત્યાદિ થાય. દેશી અને રાજાપુરી કેરીનું અથાણું, છુંદો, આંબોળિયા, મુરબ્બો, બાફીને બાફલો, સરબત, જ્યુસ, આઇસક્રીમ, મિલ્કશેક, જેલી, પુંડીગ, કેફ. મુખવાસ માટેની ગોટલી અને ગોળ તથા જીરું નાખીને મજાનું શાક થાય.
કાચી કેરી: ગરમ, શરીરમાં રુક્ષતા પેદા કરનારી, ભોજન પર રૂચી કરનારી પણ કબજીયાત કરે એવી હોય છે. ખુબ ખાટી કેરી ગર્ભપાત પણ કરી શકે અને લોહી નો બગાડ પણ કરે. તે હદય માટે સારી છે પણ સિંધવ, ધાણા-જીરું, સાકર નાખીને ખવાય તો કાચી કેરીનું સરબત પેશાબ છૂટથી લાવી ઠંડક કરે છે.
પાકી કેરી: તરસ શમાવનારી, રૂચી કરનારી, બળ અને વીર્ય વધારનારી, ઝાડો પેશાબ સાફ લાવનારી છે. દુબળા લોકો વજન વધારવા ઈચ્છે તો ભૂખ મુજબ પાકી કેરી ખાઈને વજન વધારી શકે છે. જે કેરી જાતે જ ઝાડ પર પાકી ગઈ હોય, રેસા ઓછા ને ગર્ભ વધુ હોય, છાલ અને ગોટલી પાતળી હોય તો તે કેરી ઉત્તમ છે. ચૂસીને ખાધેલો રસ બેસ્ટ કેમકે મિક્ષ્ચર માં કાઢેલો રસ હવા ના સંયોગ થી વાયડો બને છે. વાયડો ના પડે એટલે જ એમાં ઘી અને સુંઠ ઉમેરીને ખાવાની પ્રથા છે. કેરી ધાતુ વધારી સંતાન આપનાર છે. ડાયાબીટીસ વાળાને પણ કેરી લોહીમાં સાકર વધારતી નથી.
કેરી કેવી રીતે ખાવી??
સીઝનલ પાકી કેરી જ ખાવી, ફ્રોઝન કેરી કફ કને કાચો આમ પેદા કરે છે. સહેજ કરચલીઓ પડવા આવી હોય તેવી પાકી કેરી ખાતા પહેલા ત્રણેક કલાક ઠંડા પાણી માં પલાળી રાખીને પછી જ ખાવી. જેથી તેમાં રહેલી ગરમી શાંત થઇ જાય. તાપમાં તપેલી કેરી ખાવી નહિ. કેરીને ડીંટાના ભાગેથી ખાસ ઘસીને સાફ કરવી. ડીંટાને તોડી તે ભાગનો થોડો રસ કાઢી નાંખવો કેમકે તેમાં થોડી ચીકાશ હોય છે. હવે આ કેરી ધીરે ધીરે ચૂસીને ખાવી. વાયડું લાગે તો સુંઠ-મીઠું છાંટતા જઈને ખાવી. જેથી પાચન પણ સારું થાય છે.
કેરી ખાધા ઉપર પાણી ન પીવું. કેરી સાથે રોટલી ખાવી બેસ્ટ અને મરી મસાલા વાળા ભોજન ખાવાથી કેરીના ગુણ મળતા નથી. ઘણા લોકો કેરી નો રસ અને એ હજમ થયા પછી દૂધ એમ બે વસ્તુ જ ખાઈને કેરી નો રસાયણ પ્રયોગ પણ કરે છે. તેમાં 200 ગ્રામ રસમાં 50 ગ્રામ મધ નાંખીને પી જવું એ પચે એટલે ગાય કે બકરીનું સુંઠ નાંખેલું દૂધ ભૂખ મુજબ પીવું. આવું બે ટાઈમ કરી શકાય.
ઉનાળામાં બહેનો સફેદ પાણી પડે ત્યારે આંબાની મોટી છાલ ની અંદરની પાતળી છાલનો ઉકાળો ધાણાજીરું નાંખી પીવે તો ખુબ રાહત થાય છે.
હકીકત માં કેરી એક માંગલિક ફળ છે, વધુમાં રાષ્ટ્રીય ફળ છે ભલે મોર ને મારવા જેટલી સજા ના હોય પણ કેરી નો અનાદર કરનાર ને એમાં ભેળસેળ કરનારને રાષ્ટ્રીય ફળના નાતે કોક તો સજાની જોગવાઈ હોવી જોઈએ એવું અમારું કેરી રસિકો નું સરકારશ્રી ને ખાસ આવેદન છે.
મોદી અને યોગી મેંગો: યુપી ના હાજી કલીમુલ્લા (કેરીઓની નવી જાતો ઉગાડવામાં પદ્મશ્રી) એ કલકત્તાની હુશ્ન એ આરા અને લખનૌની દશેરી નું મિશ્રણ કરીને શાનદાર મોદીમેંગો બનાવી છે.1957થી તેઓ કેરીઓ ની નવી જાતો બનાવે છે. મોદી મેંગો ના ફાલ આવી ગયા છે ખુબ રસાળ અને મીઠી આ કેરી તેઓ મોદીજી ને ચખાડવા જવાના છે. એ પછી એક યોગી મેંગો પણ બનાવી છે પણ એ હજુ મોદીમેંગો જેટલી પાકી થઇ નથી કાચી છે. હાળી વાત ય સાચી છે. એ એશ્વર્યા અને સચિનની કેરી વિકસાવી ચુક્યા છે.
કેરીઓ ખાવાની અને બંધ કરવાની શરૂઆત જૈન વાણીયા કરે છે. 27 જુલાઈ 1987થી દર આ દિવસે દિલ્હીમાં INTERNATIONAL MANGO FESTIVAL નું આયોજન થાય છે.
આજીવન કેરીઓ તમને ફળતી રહે એવી આશા સહ…
eછાપું
ખૂબ સરસ ગૌરાંગભાઈ…કેરી વિશે ખૂબ સરસ જાણકારી એક જ લેખ માં..
આભાર…
Great information
આભાર…
Very informative.
કેરી ની આવી સરસ માહિતી હજુ સુધી જાણવામાં આવેલ ના હતી.
લેખક વૈદ્ય ગૌરાંગ દરજી ને આભાર.
આભાર…
Waah… very interestingly written.. and very informative also.. keep writing Gaurang bhai.. The best way to provide knowledge to the society.. many of articles of echhapu are really awesome. Keep going..
Dr. Alap Antani
Bhuj – Kutch
આભાર…
Thanks sir,
You wors will keep on encouraging us to provide good content for our readers. Keep encouraging us and also give your valued feedback as well.
Team eChhapu!
Saras
Very good
સુંદર લેખ ગૌરાંગભાઈ….આપના લેખ ખૂબ રોચક અને માહિતીપ્રદ હોય છે.
“આમ્રફળ” વિશે બહુજ સુંદર લેખન બદલ ડો. ગૌરાંગભાઈ ને ધન્યવાદ.
ઔષધિય ગુણ ની વાત કરીએ તો આમ્રમંજરી માં પ્રભાવી ગુણ રહેલો છે, આમ્રમંજરી ને હાથમાં લઈ બંને હાથથી ખૂબ ચોળવાથી એક વર્ષ સુધી સાપ કરડવાનો ભય રહેતો નથી, કે સાપ કરડે તો તેનું ઝેર ચડતું નથી,
ડો. આર.વી. પરમાર
સુરેન્દ્રનગર
“આમ્રફળ” વિશે બહુજ સુંદર લેખન બદલ ડો. ગૌરાંગભાઈ ને ધન્યવાદ.
ઔષધિય ગુણ ની વાત કરીએ તો આમ્રમંજરી માં પ્રભાવી ગુણ રહેલો છે, આમ્રમંજરી ને હાથમાં લઈ બંને હાથથી ખૂબ ચોળવાથી એક વર્ષ સુધી સાપ કરડવાનો ભય રહેતો નથી, કે સાપ કરડે તો તેનું ઝેર ચડતું નથી,
વૈધ આર.વી. પરમાર
સુરેન્દ્રનગર
Khub Sachi vaat
Shobhan bhai na Ek lekh MA vanchyu htu
Aavi Mahiti aapta rahesho
બહુ જ સુંદર લેખ.
એકદમ રસીલો લેખ લખ્યો છે.. બહુ જ માહિતી મળી..
થઈ જાય આજે કેસર
ગૌરાંગભાઈ આજના લેખ વિશે કૉમેન્ટ કર્યા વગર ના રહેવાયું.ખરેખર ખુબ સરસ રસપ્રદ અને જાણવા જેવી વાત લઈ આવ્યા આપ.આપના તમામ લેખ ખુબ ગહન અભ્યાસ થી તૈયાર કરેલ હોય છે તે બદલ હું આપનો આભારી છું કેમકે થોડું ઘણું જ્ઞાન amne મળતું જાય છે.તો આવાજ સારા વિષય પર આયુર્વેદ ને ખુબ ઊંચાઈ પર લઈ જાવ તેવી અમારી શુભેચ્છા સહ જય ધન્વંતરિ…..જય આયુર્વેદ…
Aabhar Anand Bhai