આ મહિનામાં કઈ કઈ કંપનીના શેર લેવા જેવા છે? – એક શેરધારકની સલાહ

0
1720
Photo Courtesy: YouTube

મારા શેરબજાર અંગેના લેખો વાંચીને ઘણા પૂછે છે કે તમે કઈ કંપનીના શેર લેવા જેવા છે એ કેમ નથી જણાવતા? આ અંગે કહું તો મારું પોતાનું રીસર્ચ ડીપાર્ટમેન્ટ નથી હું જાતે અન્ય રીસર્ચ હાઉસની સલાહ પરથી શેર લેવાનું નક્કી કરતો હોઉં છું જેમાં શેરદલાલનું રીસર્ચ હોય ટીવી પર આવતી ભલામણો પણ સામેલ હોય છે. આ ઉપરાંત જુદી જુદી વેબસાઈટ પર જઈને એમની ભલામણો વાંચી તથા આર્થિક સામયિકોમાં આવતી ભલામણો વાંચી એ અંગે કંપની અંગે થોડું હોમવર્ક કરી શેર ખરીદતો હોવ છું. કંપની અંગેની સૌથી વધુ અધિકૃત માહિતી બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની વેબસાઈટ પરથી મળી રહે છે એમાં કંપનીના વાર્ષિક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સશીટ તથા વાર્ષિક અહેવાલ હોય અને અન્ય માહિતીઓ મળી રહેતી હોય છે.

જુદાં જુદાં રીસર્ચ હાઉસ જયારે કોઈ ચોક્કસ કંપનીના શેર લેવાની ભલામણો કરે ત્યારે એના કારણો જણાવતા જ હોય છે છતાં શેરમાં રોકાણ એ “સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક “ જ કહેવાય અને એથી આ જોખમ સમજીને જ શેર લેવાના હોય તો આ બધી જગ્યાએ થી મળેલ માહિતી ને આધારે મેં આ વખતે કઈ કંપનીના શેર લેવા જેવા છે એ ખાસ ઇછાપુ ના વાચકો માટે માહિતી ભેગી કરી છે એ અહી રજુ કરું છું. તેમ છતાં વાચકોએ એ શેર લેતા પહેલાં એમના રોકાણ સલાહકાર ની સલાહ લઇ લેવી

કંપનીનું નામ             ૧૪/૯/૨૦૧૮ નો  ભાવ     ટાર્ગેટ      %વારીમાં વધારો

ઈન્ફોસીસ            ૭૩૫                             ૮૫૨        ૧૬%

સ્ટરલાઇટ ટેકનો    ૩૩૫                              ૪૫૦         ૨૭%

તેજસ નેટવર્ક        ૩૦૨                             ૫૦૯        ૬૩%

ટાટા કમ્યુનીકેશન    ૫૨૬                            ૮૧૨        ૫૫%

બાયોકોન           ૬૬૨                             ૮૦૦        ૨૦%

સિપ્લા             ૬૬૬                             ૭૧૬        ૮%

ગ્રેન્યુઅલસ          ૧૧૮                          ૧૪૦       ૧૮%

દિપક ફર્ટીલાઈઝર ૨૩૬                           ૩૨૦        ૩૨%

ટ્રેન્ટ               ૩૫૯                         ૫૦૦             ૩૮%

મહિન્દ્ર લોજિસ્ટિક ૫૫૬                            ૬૯૦        ૨૪%

ભેલ              ૭૭                             ૮૮              ૧૪%

કેઈસી ઇન્ટર ૨૯૪                                ૩૮૦           ૩૦%

ઇન્જીનીયર્સ ઇન્ડિયા ૧૩૧                         ૧૪૫          ૧૬%

પીટીસી ઇન્ડિયા    ૮૩                          ૧૧૦            ૩૪%

સીઈએસસી        ૯૮૭                       ૧૩૪૦          ૩૪%

ચંબલ ફર્ટીલાઈઝર ૧૬૨                     ૨૨૫             ૪૨%

સ્પાઇસ જેટ         ૭૮                    ૧૦૮            ૩૫%

વિજયા બેંક         ૫૯                    ૭૪                ૨૦%

આ કંપનીઓના ભાવ વધારો એકાદ બે વર્ષમાં થવાની શક્યતા છે એટલેકે આ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યુની ભલામણો છે. આમાં ટૂંકાગાળામાં પણ ભાવ વધી જવાની શક્યતા રહેલી છે એથી આવા સમયે જો કોઈ શેર લીધા હોય અને વધી જાય તો એ વેચી જેના ભાવ નથી વધ્યા એ શેરમાં ખરીદી કરી શકાય અથવા ઘટાડે પણ લઇ શકાય આ મુદ્દા ને ધ્યાનમાં રાખીને જ મેં આ કંપનીઓ તારવી છે.

લાગતું વળગતું: શેર બજારમાં રોકાણ કરવું શું રોકાણકાર માટે ફાયદાકારક છે ખરું?

કોઇપણ વાચક જો કોઈ કંપનીના શેર લે તો એ શેર અંગે નવી માહિતી અંગે એના પર નજર રાખતા રહેવું સલાહભર્યું છે ક્યાંક કોઈ નકારત્મક માહિતીકંપની અંગે મળે તો ત્યારે એ પકડી રાખવા કે વેચી દેવા એનો નિર્ણય લઇ શકાય.

શેરમાં રોકાણ કરવા માંગનારાઓ એ દર મહીને આ રીતે લેવા જેવા શેર કયા છે એ શોધતા રહેવું જોઈએ અને જો અમુક શેર વેચવા જેવા હોય તો એ વેચતા આ માહિતી લેવા માટે ઉપયોગી થઇ રહે છે. શક્ય હોય ત્યારે લાંબાગાળાના શેર કયા લેવા જેવા છે એની માહિતી હાથવગી રાખવી યોગ્ય રહેશે.

મેં આ કંપનીઓ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ જોઇને તારવી છે તો રોકાણકારે પણ એક જ કંપનીમાં રોકાણ કરવાને બદલે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઓ માં રોકાણ કરવું જો લાખ રૂપિયા રોકવા હોય તો રૂ.૧૫૦૦૦ જેટલા એક કંપની દીઠ લેખે સાત કંપનીઓમાં રોકવા અને જો માત્ર રૂ ૨૫૦૦૦ રોકવા હોય તો રૂ ૫૦૦૦ એક કંપની દીઠ પાંચ કંપનીમાં રોકવા આવું સ્પ્રેડ રોકાણ લે વેચ કરવા માટે ઉત્તમ છે

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: ફૂટબોલ વર્લ્ડ કપ 2018 અને 2014 વચ્ચેના ચાર વર્ષ કેવા રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here