IPL 2019 | મેચ 42 | પંજાબની ખરાબ બોલિંગે બેંગ્લોરની આશા જીવંત રાખી

0
177
Photo Courtesy: mykhel.com

કોઈ મેચ એવી હોય છે જેમાં બંને ટીમો લગભગ લગોલગ હોય છે પરંતુ એક કે બે પરિમાણો મેચનું પરિણામ નક્કી કરી દેતા હોય છે. આ મેચમાં એ નિર્ણાયક પરિમાણ કિંગ્સ ઈલેવન પંજાબની બોલિંગ રહી હતી.

Photo Courtesy: mykhel.com

જ્યારે તમે બેટ્સમેનોને લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં એક પછી એક ફૂલ ટોસ અથવાતો જેને ક્રિકેટની ભાષામાં લેન્થ બોલ કહો છો એ આપવા લાગો ત્યારે બેટ્સમેનો કોઈ ધર્માદો કરવા તો નથી રમી રહ્યા? એટલે એ લોકો એનો પૂરતો ફાયદો ન ઉઠાવે તો જ નવાઈ. એમાં પણ જ્યારે બેટિંગ લાઈનઅપમાં એ બી ડી વિલીયર્સ અને માર્કસ સ્ટોઇનીસ જેવા ખતરનાક હીટર્સ હોય તો પછી પૂછવું જ શું?

વિચારો એક સમયે એ બી ડી વિલીયર્સ જેણે 25 બોલમાં માત્ર 25 રન બનાવ્યા હતા એ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ પૂર્ણ થઇ ત્યારે 44 બોલમાં 82 રન કરીને નોટ આઉટ રહ્યો હતો! એટલેકે બીજા 19 બોલમાં 47 રન!! એ બી ડી વિલીયર્સની એ અદભુત આતશબાજી ધરાવતી બેટિંગનું મૂલ્ય અહીં ઓછું કરવાનો જરાય પ્રયાસ નથી, પરંતુ તેના આ આંકડા એમ પણ દર્શાવે છે કે કિંગ્સ ઈલેવન પંજાબના બોલરોએ મધ્ય ઓવરો અને અંતિમ ઓવરોમાં કેટલી ખરાબ બોલિંગ કરી હતી અને આ બોલર્સમાં ભારતનો આંતરરાષ્ટ્રીય બોલર મોહમ્મદ શમી પણ સામેલ હતો.

આમ જૂઓ તો લગભગ 17-18 ઓવર સુધી એટલે કે જ્યાં સુધી નિકોલસ પૂરન રમી રહ્યો હતો કિંગ્સ ઈલેવન પંજાબને જીતવાનો ચાન્સ હતો. તે સમયે તે જીતથી લગભગ 27 રન દૂર  હતું. હા, છેલ્લી ઓવરોમાં એટલા બધા રન કરીને કોઈ ટીમ જીતી ગઈ હોય એવી બહુ ઓછી ઘટનાઓ આપણે જોઈ છે પરંતુ તેમ છતાં એક આઉટ સાઈડ ચાન્સ તો KXIP પાસે હતો જ. પરંતુ આ સમયે જ પૂરન આઉટ થઇ ગયો અને ત્યારે રવિચંદ્રન અશ્વિન બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે તેને પણ એ જ વિચાર કદાચ આવ્યો હશે કે જો તેના બોલરોએ મધ્ય અને અંતિમ ઓવરોમાં જરાક સારી બોલિંગ કરી હોત તો છેલ્લી ઓવરમાં તેને ભાગે 10-15થી વધુ રન કરવાના ન આવ્યા હોત.

ખૈર, ક્રિકેટ એ ક્યારેય જો અને તો વચ્ચેની રમત રહી નથી અને ક્યારેય રહેશે પણ નહીં, પરંતુ RCBએ છેલ્લી પાંચ મેચમાં ચાર જીત મેળવીને તેણે પ્લે ઓફ્સની આશા તો જીવંત રાખી છે પરંતુ હવે તેની પાસે માત્ર ત્રણ મેચ બચી છે જેથી તેને હવે બાકીની ટીમો કેવું પ્રદર્શન કરે છે તેના પર આધાર રાખવો પડશે. આજની કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ રોયલ ચેલેન્જર્સ  બેંગ્લોરની બિલકુલ મદદ નહીં કરે. કારણકે અત્યારે પોઈન્ટ્સ ટેબલ પર તેની સાથે રહેલી KKR જો જીતશે તો તે 2 પોઈન્ટ્સ મેળવીને તે તેનાથી આગળ થઇ જશે. અને જો RR જીતશે તો તેના અને RCBના પોઈન્ટ્સ તો સરખા થશે પરંતુ જો તે બહુ ખરાબ રીતે નહીં હારે તો RCB કરતા તેનો નેટ રન રેટ વધુ સારો હોવાથી RCB ફરીથી ટેબલમાં સહુથી નીચલે સ્થાને આવી જશે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 42 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. કિંગ્સ ઈલેવન પંજાબ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

ટોસ: કિંગ્સ ઈલેવન પંજાબ (બોલિંગ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 202/4 (20) રન રેટ: 10.1

એ બી ડી વિલીયર્સ 82* (44)

માર્કસ સ્ટોઈનીસ 46* (34)

પાર્થિવ પટેલ 43 (24)

રવિચંદ્રન અશ્વિન 1/15 (4)

મુરુગન અશ્વિન 1/31 (4)

કિંગ્સ ઈલેવન પંજાબ 185/7 (20) રન રેટ: 9.25

નિકોલસ પૂરન 46 (28)

લોકેશ રાહુલ 42 (27)

ઉમેશ યાદવ 3/35 (4)

નવદીપ સૈની 2/33 (4)

પરિણામ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: એ બી ડી વિલીયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

અમ્પાયરો: બ્રુસ ઓક્સેનફર્ડ અને સી શમ્સુદ્દીન | રોડ ટકર (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here