નવરાત્રીમાં ગરબા ગાતા પહેલા કે પછી ખાઈ શકાય તેવી વાનગીઓ

0
136
Photo Courtesy: archanaskitchen.com

આ નવરાત્રીમાં ખેલૈયાઓની ગરબા ગાવા જતા પહેલા કે પછી ભૂખ શાંત કરવી હોય અથવાતો નવરાત્રીના ઉપવાસમાં કોઈને ફરાળી ખાવાની ઈચ્છા થઇ આવે તો કામમાં લાગે તેવી કેટલીક રેસિપીઓ

છેવટે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યું છે એવું લાગી રહ્યું છે. પહેલા ત્રણ નોરતાં ધોવાઈ ગયા પછી ગુજરાતીઓ હવે ધીમે ધીમે નવરાત્રીના રંગમાં આવતા જાય છે. આવામાં નવરાત્રી માટે ગરબા ગાવા જતા પહેલા પેટપૂજા કરવી અત્યંત જરૂરી છે. અમુકને તો ગરબા ગાઈ લીધા પછી પણ ખૂબ ભૂખ લાગતી હોય છે.

આવા સંજોગોમાં ‘ખેલૈયાઓ’ ઘરેથી ગરબા ગાવા જતા પહેલા કે પછી ગરબા ગાઈને મોડી રાત્રે ‘ભૂખ ભૂખ’ બોલતા પરત આવે ત્યારે તેમના માટે કેવી વાનગીઓ બનાવી શકાય તે આજે જાણીએ. વળી જો નવરાત્રીનો ઉપવાસ કોઈ રાખતું હોય અને તેને કશુંક ફરાળી ખાવાની ઈચ્છા થઇ આવે તો પણ આ રેસીપીઝ તમને જરૂર કામમાં આવશે.

શક્કરકંદ કે કોફ્તે

Photo Courtesy: abritinhelsinki.com

સામગ્રી:

 • 3 મધ્યમ કદના શક્કરીયા છોલી, બાફી ને છૂંદેલા
 • 1 ટેસ્પૂન અરારૂટ
 • 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
 • મિક્સ ડ્રાયફ્રુટ, જરૂર મુજબ (કાજુ, અખરોટ, કિશમિશ વગેરે, સમારેલા)
 • સ્વાદ મુજબ મીઠું
 • કોફતાને તળવા માટે તેલ
 • પીરસવા માટે દહીં

રીત:

 1. એક બાઉલમાં ડ્રાયફ્રુટ અને તેલ સિવાય બધી સામગ્રી ભેગી કરો.
 2. ખૂબ સારી રીતે મિક્સ કરી એ મિશ્રણમાંથી માધ્યમ આકારનો બોલ તૈયાર કરો, આ બોલ ને વચ્ચેથી થોડો ચપટો કરી તેમાં ડ્રાયફ્રુટનું મિશ્રણ ભરી તેને બરાબર સીલ કરી દો. બધા જ કોફતા આ રીતે તૈયાર કરો.
 3. હવે એક પેનમાં તેલ ગરમ કરી કોફતા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
 4. કોફતાને દહીં સાથે પીરસો.

 સાબુદાણા થાળીપીઠ

Photo Courtesy: archanaskitchen.com

સામગ્રી:

1 કપ સાબુદાણા, પલાળેલા

4-5 બાફીને છૂંદેલા બટાકા

4-5 મીઠા લીમડાના પાન

1 ટેબલસ્પૂન સમારેલું લીલું મરચું

¼ કપ શેકેલી મગફળી

1 ટીસ્પૂન જીરું

1 ટીસ્પૂન લીંબુનો રસ

સ્વાદમુજબ મીઠું

શેકવા માટે તેલ

રીત:

 1. એક બાઉલમાં તેલ સિવાયની બધી સામગ્રી ભેગી કરી બરાબર મસળીને મિક્સ કરી લો.
 2. આ મિશ્રણમાંથી એક લુવો લઇ, તેલ વાળો હાથ કરી, બટરપેપર કે પ્લાસ્ટીકની વચ્ચે મૂકી, થેપીને રોટલા જેવો શેપ આપો.
 3. ગરમ તવા પર તૈયાર કરેલ થાળીપીઠને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી શેકી લો.
 4. ગરમાગરમ થાળીપીઠને દહીં સાથે સર્વ કરો.

વોલનટ શીરો

Photo Courtesy: hindi.lifeberrys.com

સામગ્રી:

1 કપ અખરોટ, ભૂક્કો કરેલા

2 ટેબલસ્પૂન ઘી, પીગળાવેલુ

½ કપ દૂધ

¼ કપ સાકર

¼ ટીસ્પૂન ઈલાયેચીનો ભૂકો

રીત:

 1. એક હેવી બોટમ પેનમાં ઘી ગરમ કરી તેમાં અખરોટનો ભૂકો ઉમેરી ધીમા તાપે લગભગ પાંચ મિનીટ સુધી શેકી લો
 2. હવે તેમાં દૂધ અને સાકર ભેળવી, સતત હલાવતા રહી બીજી પાંચ મિનીટ માટે પકવો.
 3. હવે આંચ બંધ કરી તેમાં એલચીનો પાઉડર ભેળવી લો.
 4. નવશેકું ગરમ પીરસો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here