અમદાવાદની મધ્યમાં આવેલું ધાબાગીરી રેસ્ટોરન્ટ કરશે સ્વાદની દાદાગીરી!

0
189
Photo Courtesy: Aakanksha Thakore

અમદાવાદમાં આમ પણ પહેલેથી પંજાબી ફૂડનું વર્ચસ્વ રહેલું છે. એમાં પણ પરાઠા, કુલ્ચા વગેરે ખૂબ પ્રચલિત છે. એમાં ફક્ત પરાઠા કે કુલ્ચાનું મેનૂ ધરાવતી રેસ્ટોરન્ટ પણ અનેક બ્રાંચ સાથે ચાલતી હોય એવા દાખલા મોજૂદ છે. આ જ ટ્રેન્ડ, પણ અનેક વેરાઈટી સાથે હવે અમદાવાદમાં આવી ગઈ છે, “ધાબાગીરી”

ધાબાગીરી જેમ નામ કહે છે તે પ્રમાણે ધાબા જેવો માહોલ ધરાવતી આ રેસ્ટોરન્ટ, અમદાવાદમાં પાંજરાપોળ રોડ પર, AMAની સામે આવેલી છે. આ અગાઉ મિર્ચ મસાલા પણ ઢાબા સ્ટાઈલ ડેકોર ધરાવતી હોવા છતાં એ રેસ્ટોરન્ટ પ્રમાણમાં અંધારી છે, જ્યારે ધાબાગીરી માં પૂરતા પ્રમાણમાં અજવાળું છે, જે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ ગણી શકાય. જો કે આશરે 10 થી 12 ટેબલની જ જગ્યા હોવાથી ચાલુ દિવસે પણ ભીડ નડી શકે છે.

લાગતું વળગતું: ફૂડ બ્લોગર : અ ફર્સ્ટ હેન્ડ એક્સપીરીયન્સ

ફૂડની વાત કરીએ તો અહીં રેગ્યુલર રોટી/નાન, સબ્જી વગેરે તો મળે જ છે, પણ ધાબાગીરી ની સ્પેશીયાલીટી છે સ્ટફડ પરાઠા (શેકેલા અને તળેલા, બંને!) અને સ્ટફડ કુલ્ચા, જેને આલુ-મટરનું રસાવાળું શાક, અમૃતસરી ચણા, બુંદી રાયતું, લીલી ચટણી, કેળા-આમલીની ચટણી, અચાર, ડુંગળીની સાથે સર્વ કરવામાં આવે છે.

સ્ટફિંગમાં આપણા સાદા સ્ટફિંગ, જેમકે આલુ, ગોભી, પનીર તો ખરા જ પણ સાથે સાથે પ્યાજ, હારી મિર્ચ, ગાર્લિક, ચીઝ, પીઝા, પાવભાજી જેવી ફ્લેવર પણ ખરી! આ થઇ વાત તીખા કે નમકીન પરાઠાની, અહીં સ્વીટ પરાઠા પણ મળે છે, જેમકે ગુલાબ જામુન કે રબડી ફ્લેવર! શુદ્ધ ઘીમાં બનાવેલા આ પરાઠા ખાધા પછી બીજું કઈ ખાવાની આમ તો જરૂર રહે નહીં, પણ તેમ છતાં તમે વિશાળ એપેટાઇટ ધરાવતા હોવ તો અહીની ચાટ, દાલ-મખની, સ્વીટ લસ્સી કે બાદશાહી પુડિંગ ટ્રાય કરી લેવું. મૂડ નહિ બગડે એની ગેરેન્ટી!

વેલ્યુ ફોર મની: ધાબાગીરી માં મળતા સ્ટફડ પરાઠા અને સ્ટફડ કુલ્ચા લગભગ 150 થી 200 રૂપિયાની રેંજમાં છે, ફ્લેવર પ્રમાણે. અને પંજાબી સબ્જી અન્ય કોઈપણ જગ્યા જેટલા જ ભાવમાં છે, એટલે વ્યક્તિદીઠ આશરે 200 રૂપિયાનો દર રહે છે, જે એ એરિયામાં આવેલી અન્ય રેસ્ટોરન્ટની સરખામણીમાં ઓછો છે અને સ્વચ્છતા પણ ખૂબ જ સારી હોવાથી આટલો ખર્ચો કરવામાં બહુ વાંધો નહિ!

સો, નેક્સ્ટ ટાઈમ સ્ટફડ પરાઠા કે સ્ટફડ કુલ્ચા ખાવાની ઈચ્છા થાય ત્યારે ધાબાગીરીની મુલાકાત જરૂર લેજો.

કોર્ન ઢોકળા:

સામગ્રી:

3 1/3 કપ મકાઇનો લોટ

1 2/3 કપ સ્વીટ કોર્નના દાણા

1 2/3 કપ દહીં

6 2/3 ટીસ્પૂન આદુ-લીલા મરચાની પેસ્ટ

3/4 ટીસ્પૂન હિંગ

3/4 ટીસ્પૂન હળદર પાવડર

6 2/3 ટીસ્પૂન ખાંડ

3 1/3 ટીસ્પૂન લીંબુનો રસ

સ્વાદ મુજબ મીઠું

6 2/3 ટીસ્પૂન તેલ

3 1/3 ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ

વઘાર માટે:

3 1/3 ટેબલસ્પૂન તેલ

3 1/3 ટીસ્પૂન રાઈ

3 1/3 ટીસ્પૂન તલ

એક ચપટી હિંગ

રીત:

  1. એક ઊંડા બોલમાં મકાઈનો લોટ, દહીં અને જરૂર મુજબ ગરમ પાણી ભેગું કરો અને સારી રીતે મિકસ કરો. મિશ્રણને ઢાંકીને 30 મિનિટ સુધી રહેવા દો.
  2. આ મિશ્રણમાં સ્વીટ કોર્નના દાણા, આદુ-લીલા મરચાંની પેસ્ટ, હિંગ, હળદર પાવડર, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને તેલ ઉમેરો અને સારી રીતે મિકસ કરો. તેમાં ઢોકળા સ્ટીમરમાં મૂકવાની થોડી જ વાર પહેલા ફ્રુટ સોલ્ટ ઉમેરો.
  3. એક થાળીને તેલથી બરાબર ગ્રીઝ કરી તેમાં આ મિશ્રણ ઉમેરી સ્ટીમરમાં લગભગ ૧૫ મિનીટ સુધી બફાવા દો.
  4. ઢોકળા તૈયાર થઇ જાય એટલે એને મનગમતા આકારમાં કાપી લો.
  5. એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં તલ અને હિંગ ઉમેરી લગભગ 20 સેકન્ડ માટે સાંતળી લો.
  6. વઘારને તૈયાર ઢોકળા પર રેડી બરાબર ફેલાવી દો. ઉપર ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી શકાય.

લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

eછાપું 

તમને ગમશે: Mother’s Day Special: મોડર્ન મમ્મી – મૈં કરું તો સાલા કેરેક્ટર ઢીલા હૈ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here