ઉત્તર ભારતીયો સામે સફાઈ અભિયાન? વિચારો એમનું સ્થાન કોઈ બીજું લેશે ખરું?

0
284
Photo Courtesy: dnaindia.com

હમણાં જ અમારા વિસ્તારમાં દસેક વર્ષથી પ્લમબરનું કામ કરતો યુપીનો યુવાન આવ્યો. કહે ચાંદખેડા, બોપલ, વાડજને એવા વિસ્તારોમાંથી ઉત્તર ભારતીયો ને કાઢી મૂકે છે અને તોફાનો પણ થયાં છે. કારણ? બાલિકા પર બળાત્કારી ઉત્તર ભારતીય હતો.

Photo Courtesy: dnaindia.com

સરકારે કાયદા કડક કર્યા છે. કોઈનો પક્ષપાત નહીં પણ શું બળાત્કારી ગુજરાતી નથી હોતા?

એ લોકો દારૂના નશામાં ન કરવાના કામ કરી બેસે છે,પણ દારૂ એટલે કે ઊંચી માત્રામાં નશાકારક તત્વો ધરાવતું પીણું વેચનાર અહીં કોણ હોય, ગુજરાતી? હપ્તા લઇ ચાલવા દેનાર પોલીસ ક્યાંની,ગુજરાતની?

દુષ્કૃત્યો કરનાર કોઈ ખાસ રાજ્ય કે ધર્મનો હોવો જરૂરી નથી. ઉત્તર ભારતીયો એ તરફ ઘોર ગરીબી અને શોષણ હોઈ પેટિયું રળવા અહીં આવે છે. એકાદ ને કારણે સમગ્ર ઉત્તર ભારતીયો ને ગુજરાતમાંથી કાઢી મુકવા કે મારવા, તોફાનો કરાવવાં એ મને લાગે છે સરકારને બદનામ કરવાનું કાવતરું છે અને આપણે તેમાં સાથ ન આપીએ બલ્કે રોકીએ.

એમાંના મોટી સંખ્યામાં જાણે ગુજરાતને બોડી બામણીનું ખેતર સમજી ઉતારી આવ્યા હોય તેમ વર્તે છે એમ ઘણાનો અનુભવ છે. તો પણ, મોટા ભાગના પેટિયું રળી ખાયછે. રિક્ષાવાળા અને ઘેર છૂટક કામ માટે આવતા પલંબર, મિસ્ત્રી, કડિયા જેવા માટે આ વાત  સાચી છે. મોટા ભાગનો એ વર્ગ અપ્રમાણિક અને લુંટવાનો, છેતરવાનો ઈરાદો રાખતા જોવામાં આવે છે. પણ બધા જ ઉત્તર ભારતીયો ખરાબ નથી.

લાગતું વળગતું: પરપ્રાંતીયો પર હુમલા? આવી ગુજરાતી અસ્મિતા તો ક્યારેય નથી જોઈ!

એક પંક્તિ યાદ આવે છે-

હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં

લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળ થી.

એમના અવગુણો સામે બાથ ભીડીએ,બધા બહારથી આવતા સામે નહીં

ખબર છે? એક વખત શિવસેનાએ મુંબઈને ઉભું કરનાર ગુજરાતીઓને જ મુંબઇ બહાર તગડવા મંડેલા?

બંધારણ ગમે તે ભારતીયને ગમે ત્યાં વસી કમાવાનો અધિકાર આપે છે એટલે તો ભારત એક છે. અંદામાનના રાધાનગર બીચ પર ગુજરાતીની હોટલ કે પોર્ટ બ્લેરમાં મારવાડી જ્વેલરની દુકાન જોઈ છે. પુત્રનો એક મારવાડી મિત્ર 40 ઉપરાંત વર્ષથી ચેન્નઈમાં રહી સુંદર તમિલ, મારવાડી બોલી બાપ દીકરો આર્કિટેકટની ફર્મ ચલાવે છે. મુક્ત ભારતની આ જ તો નિશાની છે.

તો સહુ ભારતીય એકમેકના પૂરક છીએ. દરેક રાજ્યની પ્રજાની કોઈક ધંધામાં કુશળતા હોય છે.

ગુનેગારોનો વિરોધ કરો,એના રાજ્ય, ધર્મ, જાતિ કે ઉત્તર ભારતીયો કે દક્ષિણ ભારતીયો તરીકે નહીં.

મારી એક ડેવલપ થઈ રહેલી વાર્તામાં રસ્તાની બે બાજુએ રહેતા ધનિક અને મજૂર કુટુંબોની વાત છે. હવે એ સંસ્કૃતિઓની ભિન્નતા,ટકરાવ સાથે વિગ્રહ પણ લઈશ.

સરકાર ,મોદી અને ગુજરાતનું ખરાબ લગાડવા તોફાન કરાવતા તત્વોને અટકાવીએ.

સાથે જૂની સિરિયલની ‘રજની’ બની ખોટું કરવું ધર્મ સમજતાઓ ની સાન ઠેકાણે લાવીએ.

eછાપું

તમને ગમશે: પનોતી, સાડા-સાતી કે ગ્રહશાંતિ – અંધશ્રદ્ધા અઢળક પાનાં ધરાવતી ચોપડી છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here