CD કેમ વાગી અને કેમ ન વાગી એ અંગે RJ દેવકી કરે છે ખુલાસો

0
442
Photo Courtesy: RJ Devaki Official Facebook Page

મિત્રોં, આજે આપણે મળીશું અમદાવાદના સહુથી લોકપ્રિય રેડિયો જોકી એટલેકે RJ દેવકી ને. દેવકીને મળવા પાછળનું કારણ એ છે કે આપણામાંથી ઘણા બધાએ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ….. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્થાનિક સમાચાર… હવે થોડી જ ક્ષણોમાં માણીશું.. ગીત ગુર્જરી…..  આહાહાહા… શું દિવસો હતા એ…. એવું રોજ વાગોળતા હોઈએ છીએ.

આજકાલના રેડિયો જોકી જે વાત  એક મિનિટમાં પતાવી દે…. એમાં પુરી સાત  મિનિટ સુડતાલીસ સેકન્ડ લગાવવાની એટલે લગાવવાની જ…. અને પછી વાયરો ચાલ્યો FM બેન્ડ્સની પ્રાઇવેટ રેડિયો ચેનલ્સનો….. ધાણીફુટ ગુજલીશમાં જાત જાતની વાતો અને વચ્ચે ક્યાંક ક્યાંક તો બૉલીવુડ ફિલ્મસના ગીતો પણ ટપકી પડે. તો ચાલો મળીએ RJ દેવકીને.

Photo Courtesy: RJ Devaki Official Facebook Page

પંકજ પંડ્યા : વેલકમ અમદાવાદની રાણી… RJ દેવકી…

RJ દેવકી : આભાર….

પંકજ પંડ્યા : તમે હમણાં … તાજેતરમાં જ બેસ્ટ RJ નો ખિતાબ મેળવ્યો એ માટે Fryday ફ્રાયમ્સની સમગ્ર ટીમ આપને શુભેચ્છાઓ પાઠવે છે…..

RJD : thanks again…

પંકજ પંડ્યા :  તો RJD, કેવું લાગી રહ્યું છે Fryday ફ્રાયમ્સના મંચ પર આવીને ?

દેવકી : ખૂબ જ મજેદાર છે આ મંચ… crunch situationsમાં પણ મનને હળવુફુલ કરી દે એવું…

પંકજ પંડ્યા : આભાર… RJD

RJD : એ..એ…એ..એક મિનિટ…. આ RJD..RJD..  શું છે… આ RJD..RJD..  શું છે…

પંકજ પંડ્યા : RJD કા મતલબ… RJD…. RJD… જબ કોઈ Rj-ઇંગ કરતા હૈ…. બડા અચ્છા અચ્છા લગતા હૈ… તો ઉસે કહતે હૈ…. RJD…. RJD… RJD…. RJD…     RJD મતલબ કે RJ Devki….

દેવકી : ઓહ… એમ કહોને… નહીં તો મને એમ કે મેં કોઈ BJP… BJD કે RJD કંઈ જોઈન નથી કર્યુ….

પંકજ પંડ્યા :  ઓહ……

RJD : શું થયું ?

પંકજ પંડ્યા :આપણે…….

દેવકી : ઓહ નો……

પંકજ પંડ્યા : આપણે એમાં એવું છે ને…. આજે હું સીડી ઉતરતો હતો અને એક પગથિયું ચૂકી ગયો…. પગ થોડો મચકોડાઈ ગયો….પણ ચિંતા ના કરો…. થોડું દુઃખે છે… પણ મટી જશે….

RJD : CD ? અહીં પણ CD ? એ બધાથી છૂટવા અને ફ્રેશ થવા તો હું અહી આવેલી… તમે અહીં પણ CD નું ભૂત ધુણાવ્યું…..

પંકજ પંડ્યા : માફ કરજો… મેં તો તમે મારા દુખાવા વિશે પૃચ્છા કરી અને તમને તમારી CD યાદ આવી ગઈ… બાકી મેં નક્કી કરેલું કે તમને CD વિશે કંઈ નહીં પૂછું… હવે જ્યારે તમે સામેથી જ CD કાઢી છે તો આપણે CD પ્લે કરીશું….

દેવકી : વગાડો વગાડો…

પંકજ પંડ્યા : ખરેખર શું થયેલું….

લાગતું વળગતું: સુપર સ્ટાર મલ્હાર ઠાકર પોતાને સુપર સ્ટાર કહેવડાવવાનું પસંદ કેમ નથી કરતા?

RJD : અમે નવ વર્ષથી રેડ રાસના પ્રોગ્રામમાં જ નવા તૈયાર કરેલા ગરબાઓની CD આ જ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ…

પંકજ પંડ્યા : અને આ વખતે  પહેલી વાર કોઈને CD વાગી…..

દેવકી : ના…. એવું જરાય નથી…. દર વર્ષે  ઘણા લોકોને હાથમાં CD આવતી…. એ જ લોકો ફરિયાદ કરતા…

જ્યારે CD ના વાગે…. આ વખતે વાગી તો પણ ફરિયાદ…. આખિર જાયે તો જાયે કહાં ?

પંકજ પંડ્યા : એટલે તમને સમગ્ર ઘટનાક્રમથી જરા પણ દુઃખ નથી થયું ?

RJD : અરે હોતું હશે ?   એવું જરા પણ નથી કે અમે આ મામલાને  જરાપણ ગંભીરતાથી નથી લેતા….. the matter is very CDyes….. પરંતુ જે વિડિઓ વાઇરલ થયો છે એમાં જે પાંચ જણાં વિરુદ્ધ FIR કરવામાં આવી છે એમાંનું કોઈ નથી…. અને એનાથી પણ વધીને વાતાવરણ એકદમ ચોખ્ખું હોવા છતાં એમને RJ ધ્રુમિલ દેખાયો જે અમદાવાદમાં  હાજર જ નહોતો…

પંકજ પંડ્યા : RJ ધ્રુમિલનું નામ તો FIR માંથી કાઢી નાખ્યું છે ને ?

દેવકી : એ તો છેક હવે કાઢ્યું…. અમે મામલા અંગે પૂરા ગંભીર છીએ પોલીસ અને પ્રશાસનને પૂરેપૂરો સહયોગ આપીએ છીએ….

પંકજ પંડ્યા : ખૂબ જ ઉમદા નાગરિક ધર્મ બજાવો છો તમે….  માની લો કે કોઈ સમસ્યા છે…. એના ઉકેલના રસ્તે મોટો દરવાજો છે અને દરવાજે મોટ્ટુ તાળું માર્યું છે…. સમસ્યાનો ઉકેલ ?

RJD : દરેક સમસ્યારૂપી તાળા માટે ઉકેલ રૂપી ચાવી મોજુદ હોય છે…. તાળા માટે યોગ્ય ચાવી શોધીને unlock કરીએ તો જ સમસ્યામાંથી હેમખેમ બહાર નીકળાય…

પંકજ પંડ્યા : નીકળાય…. પણ કેવી રીતે ?

દેવકી : જ્યારે કોઈ ઉકેલ ના મળે તો દેવ એટલે કે ભગવાનને યાદ કરી લેવાના… સમસ્યા એ lock હોય અને ઉકેલ key હોય તો એની સાથે દેવ… (ભગવાન) ને જોડી દેવાથી સમસ્યા અને ઉકેલ અનુક્રમે દેવ-lock (દેવલોક) અને દેવ-key (દેવકી) બની જશે….

પંકજ પંડ્યા : હાહાહાહા…. એટલે દેવકી દરેક સમસ્યાનો ઉકેલ છે… એમ જ ને ?

RJD : hmmm

પંકજ પંડ્યા : તમારી જોડે ફ્રાયમ્સ તળવાની બહુ મજા આવી…. આભાર….

RJD : તમારો પણ આભાર….

(Disclaimer: The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default.)

eછાપું

તમને ગમશે: Digital Health એટલે આજના મોડર્ન જમાનાનું ઇન્ટરનેટીયું ડોશીમાનું વૈદું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here